નવી દિલ્હીઃ કોરોના લૉકડાઉનના કારણે હાલ ભારતભરમાં લાખોની સંખ્યામાં લોકો ઘરેથી કામ કરી રહ્યાં છે, વર્ક ફ્રૉમ હૉમને ધ્યાનમાં રાખીને ટેલિકૉમ કંપની એરટેલે એક ખાસ પ્લાન માર્કેટમાં ઉતાર્યો છે. આ પ્લાનમાં લોકોની હાલની ઇન્ટરનેટ પેકની જરૂરિયાતને ધ્યાનમાં રાખવામાં આવી છે.


એરટેલ કેટલાક સિલેક્ટેડ પૉસ્ટપેડ ગ્રાહકો માટે પોતાના વર્ક ફ્રૉમ હૉમ ડેટા એડ-ઓન પ્લાનનુ ટાર્ગેટેડ એડ બેનર મોકલી રહી છે. કંપનીએ આ પ્લાનની કિંમત માત્ર 100 રૂપિયા રાખી છે, જેમાં 15GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

હાલ, ભારતી એરટેલ દ્વારા પોતાના પૉસ્ટપેડ યૂઝર્સને બે એડ-ઓન ઓફર કરવામાં આવી રહી છે. બેસ એડ-ઓન પ્લાનની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે, આમાં ગ્રાહકોને 15GB ડેટા ઓફર કરવામાં આવી રહ્યો છે.



વળી, બીજા 200 રૂપિયા વાળા એડ-ઓન પ્લાનમાં ગ્રાહકોને 35GB ડેટા એવેલેબલ કરાવવામાં આવી રહ્યો છે. ખાસ વાત છે કે, આ બે એડ-ઓન પ્લાનને ડેટાની વધારાની જરૂરિયાત પ્રમાણે હાલના પ્લાન સાથે યૂઝ કરી શકાય છે.