નવી દિલ્હીઃ ફેસબુકે ભારતીય યૂઝર્સ માટે એક મહત્વપૂર્ણ ફિચર્સની જાહેરાત કરી દીધી છે. હવે ફક્ત એક ક્લિક પર તમારી પ્રૉફાઇલ લૉક થઇ જશે. ફેસબુકના આ ફિચર્સના ઉપયોગથી તમારી પ્રૉફાઇલ અજાણ્યાઓથી પુરેપુરી સુરક્ષિત થઇ જશે.

આ છે રીત......
- તમારી પ્રૉફાઇલ પર લખેલા નામની નીચે દબાવો
- પ્રૉફાઇલ લૉક બટન પર ક્લિક કરો
- અને તમારી પ્રૉફાઇલ લૉક થઇ જશે



આ ફિચર્સના શું છે ફાયદા?
ફેસબુક ઇન્ડિયાના નવા ફિચરથી તમારી પ્રૉફાઇલ અજાણ્યાઓથી પુરેપુરી સુરક્ષિત થઇ જશે. આ સુવિધાથી તે મહિલાઓને ફાયદો થશે, જેમને ફેસબુક પર પરેશાન કરવામાં આવે છે, કે જેમની તસવીરો સાથે છેડછાડ થાય છે.

એકવાર જો તમારી પ્રૉફાઇલ લૉક કરી દીધી તો અજાણ્યા તમારી તસવીરને ના ઝૂમ કરી શકશે કે ના તેને ડાઉનલૉડ કરી શકશે, અને ના તેને શેર કરી શકશે. પ્રૉફાઇલ તસવીર સિવાય બીજી તસવીર નહીં દેખાય. ટાઇમ લાઇન પણ નહીં દેખાય.

એટલુ જ નહીં માત્ર નામ, ઓળખાણ જેવી પાંચ સિમીત માહિતીઓ જ નૉન ફ્રેન્ડ લિસ્ટ યૂઝરને દેખાશે. આ ફિચર એક્ટિવ થતાં જ હવે જ્યારે પણ કોઇ અજાણ્યો યૂઝર તમારી પ્રૉફાઇલને જોવાની કોશિશ કરશે. તેને પ્રૉફાઇલ લૉકનો મેસેજ મળશે. હાલ આ સિસ્ટમ એન્ડ્રૉઇડ ડિવાઇસ પર અવેલેબલ થશે.