જેમ કે તમારે 24 સપ્ટેમ્બર 2019એ 10pm પર મોકલેલો મેસેજ તમારે ડિલીટ ફોર ઓલ કરવો છે, તો તેના માટે મેસેજ પર જઇને ડિલીટ કરવા માટે લૉન્ગ પ્રેસ કરવુ પડશે. અહીં તમને Cancel और Delete for Me આ બે ઓપ્શન દેખાશે. એટલે કે આ મેસેજને તમે માત્ર પોતાની ચેટ વિન્ડોમાંથી જ ડિલીટ નથી કરી શકતા, પરંતુ જો તમારે આ મેસેજને તમામ માટે ડિલીટ કરવા છે, તો નીચે આપેલા સેટિંગ્સને ફોલો કરો.
જુના મેસેજને Delete for all કઇ રીતે કરવા....
1- સૌથી પહેલા પોતાના ફોનમાં ઇન્ટરનેટ ઓફ કરી દો.
2- હવે સેટિંગ્સમાં જાઓ અને App પર ક્લિક કરો.
3- App પર ગયા પછી WhatsApp પર ક્લિક કરો.
4- હવે અહીં નીચે તમને Force Stop નુ ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
5- હવે વૉટ્સએપ પર જઇને જે મેસેજને ડિલીટ કરવાનો છે, તેનો દિવસ, તારીખ અને સમય નૉટ કરી લો.
6- હવે ફરીથી સિસ્ટમ પર જઇને Date and time ઓપ્શન પર ક્લિક કરો, અહીં દેખાઇ રહેલા Use Network Provided Time Zone, Time Zone કે Automatic Date and time ઓપ્શનને ઓફ કરી દો.
7- હવે અહીં તમે તે મેસેજની Date ફરીથી સેટ કરો, તે Date નાંખો જે દિવસે મેસેજ મોકલવામાં આવ્યો હતો, જેમ કે તમારે 24 સપ્ટેમબર 2019 નો મેસેજ ડિલીટ કરવાનો છે તો તે ડેટ નાંખો.
8- આ રીતે જે સમયે મેસેજ મોકલવામા આવ્યો હતો તેનાથી 10-15 મિનીટ આગળનો Time સેટ કરો.
9- હવે પોતાનુ વૉટ્સએપ ખોલો, તમને તે મેસેજ 24 સપ્ટેમ્બરની જગ્યાએ હવે Todayમાં દેખાશે.
10- હવે તમે આને ડિલીટ કરવા માટે લૉન્ગ પ્રેસ કરો, તમને 'DELETE FOR ME'ની સાથે 'DELETE FOR EVERYONE'નું ઓપ્શન પણ દેખાશે.
11- હવે તમે આ મેસેજ કે ફોટોને બધા માટે ડિલીટ કરી શકો છો.
12- હવે મેસેજ ડિલીટ કર્યા પછી ઇન્ટરનેટ ઓન કરીને ફરીથી Date and time પર જઇને વર્તમાન દિવસ અને સમય સેટ કરી દો.