Amazon Great Indian Festival Sale 2022: અમેઝૉન પર શાનદાર ડીલની બસ હવે ગણતરીના કલાકોમાં શરૂ થવા જઇ રહી છે. આજથી ફક્ત એક દિવસ બાદ એટલે કે 22 સપ્ટેમ્બરથી પ્રાઇમ મેમ્બર્સ માટે અને 23 સપ્ટેમ્બરથી આ સેલ સામાન્ય ગ્રાહકો માટે શરૂ થઇ જશે. આમાં ફેશનથી લઇને ઇલેક્ટ્રૉનિક્સ, હૉમ એન્ડ કિચન, મોબાઇલ એક્સેસરીઝ, ટીવી એન્ડ એપ્લાયન્સીજની સાથે દૈનિક વપરાશની વસ્તુઓ અને સામાન મોટા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશો. એટલુ જ નહીં અહીં ઘણીબધી પ્રૉડક્ટ્સનુ પણ લૉન્ચિંગ થશે, જે હાઇ ક્વૉલિટી હશે.
જાણો આ Amazon Great Indian Festival Sale 2022 વિશે......
અમેઝૉન ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ -
Amazon Great Indian Festival સેલ સેમસેગ અને iQoo દ્વારા સ્પોન્સર્ડ છે, એટલા માટે આ સેલમાં આ બન્ને બ્રાન્ડની કેટલીક સારી ઓફરો મળવાની આશા છે. સેલ શરૂ થયા બાદ વનપ્લેસ, સેમસંગ, આઇક્યૂઓએ અને શ્યાઓમી જેવા સ્માર્ટફોન નિર્માતાઓ પાસેથી ડિસ્કાઉન્ટ અને ઓફર મળી શકે છે. Amazonએ એ પણ સંકેત આપ્યો છે કે Redmi 11 Prime 5G, iQoo Z6 Lite 5G અને તાજેતરમાં જ લૉન્ચ iPhone 14 સીરીઝ પર કેટલીક ઓફર્સ મળી શકે છે. જે લોકો સ્માર્ટવૉચ, લેપટૉપ, હેડફોન અને અન્ય ટેબલેટ જેવી અન્ય ઇલેક્ટ્રૉનિક પ્રૉડક્ટ્સ ઇચ્છે છે, તેમને 75% સુધીની છૂટ મળી શકે છે. ઇ-કોમર્સ અમેઝૉને કહ્યું કે, વેચાણ શરૂ થયાના દર છ કલાકે નવી ઓફર રિલીઝ કરીશું.
Amazon Great Indian Festival Sale 2022: આવી ગયો શોપિંગનો સૌથી મોટો ફેસ્ટિવલ, જાણો આ વખતે શું છે ખાસ
Amazon Great Indian Festival Sale: જો તમે નવરાત્રી અથવા દિવાળી માટે કોઈપણ વસ્તુ ખરીદવા માંગતા હોવ તો તમારી વિશલિસ્ટ તૈયાર કરો. અમેઝોન પર વર્ષનો સૌથી મોટો શોપિંગ સેલ 23 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં તમને સૌથી વધુ ડિસ્કાઉન્ટ અને ડીલ્સ મળશે. અમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ ફોન, કપડાં, સૌંદર્ય પ્રસાધનો અથવા અન્ય કોઈપણ ઘરગથ્થુ ચીજવસ્તુઓ ખરીદવા માટે શ્રેષ્ઠ છે. જાણો આ વખતે સેલમાં શું છે ખાસ.....
પ્રાઈમ મેમ્બર્સ માટે એક દિવસ વહેલા શરૂ થશે સેલ -
આ સેલ 23મી સપ્ટેમ્બરથી શરૂ થશે અને પ્રાઇમ મેમ્બર્સ માટે 1 દિવસ પહેલા શરૂ થશે અને વધુ ઑફર્સ હશે. સેલમાં, SBI ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ્સથી અલગથી 10% સુધીનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે. એમેઝોન પ્રાઇમ સભ્યો માટે અલગ કૂપન અને વધારાનું કેશબેક અને ઓફર્સ હશે.
ફેશન અને સૌંદર્યમાં 80% સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થશે અને કપડાંની ડીલ્સ માત્ર રૂ.199 થી શરૂ થશે. બ્યુટી પ્રોડક્ટ્સ માત્ર રૂ.99માં ઉપલબ્ધ થશે. બ્રાન્ડેડ કપડાની ડીલ પણ રૂ. 399માં ઉપલબ્ધ થશે, તેમજ જ્વેલરી, લગેજ બેગ અને ઘડિયાળોની ડીલ રૂ. 499 થી શરૂ થશે.
મોબાઈલ ફોનમાં સૌથી વધુ ડીલ્સ હશે અને ઘણા નવા લોન્ચ થયેલા ફોન પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. ફોન એસેસરીઝની કિંમત 49 રૂપિયાથી શરૂ થશે. બજેટ ફોન 5,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
ઇલેક્ટ્રોનિક્સમાં 75% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેમાં લેપટોપ, ઘડિયાળ હેડફોન, ટેબલેટ પર ડીલ મળશે. આ સાથે 99 રૂપિયા, 129 રૂપિયા, 299 રૂપિયા અને 999 રૂપિયામાં પણ ડીલ મળશે.
ઘર અને રસોડામાં પણ 70% સુધીનું ડિસ્કાઉન્ટ હશે. ઘરવખરી રૂ. 49 થી શરૂ થશે. આ ઉપરાંત, 59 રૂપિયાથી ઓછી, 449 રૂપિયાની નીચે જેવી શ્રેણીઓ પણ હશે.
ટીવી અને અન્ય મોટા હોમ એપ્લાયન્સીસ પર 70% સુધીનું ડિસ્કાઉન્ટ પણ હશે અને નવા લોન્ચ થયેલા ઉત્પાદનો પણ હશે. ડીલમાં વોશિંગ મશીનની કિંમત 5,999 રૂપિયાથી શરૂ થશે. ફ્રીજની કિંમત 7,290 રૂપિયાથી શરૂ થશે.
ફાયર સ્ટિક, કિંડલ, ઇકો સ્પીકર અને તમામ એલેક્સા ઉપકરણો પર 55% સુધીની છૂટ. આ સિવાય દરેક સેગમેન્ટમાં નવા લોન્ચ પર નવા લોન્ચ, નવી ડીલ્સ અને ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ થવા જઈ રહ્યા છે.
Disclaimers: આ તમામ માહિતી એમેઝોનની વેબસાઈટ પરથી જ લેવામાં આવી છે. સામાન સંબંધિત કોઈપણ ફરિયાદ માટે, તમારે એમેઝોન પર જઈને સંપર્ક કરવો પડશે. એબીપી ન્યૂઝ અહીં ઉલ્લેખિત ઉત્પાદનોની ગુણવત્તા, કિંમત અને ઑફર્સની પુષ્ટિ કરતું નથી.