ભારતીય બજારમાં Samsung Galaxy M52 5જી 28 સપ્ટેમ્બરે લોન્ચ થશે. જોકે કંપનીએ કિંમતને લઈ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી. આ ફોનને ગેલેક્સી એમ 51નું અપગ્રેડ વેરિયંટ બતાવવામાં આવી રહ્યું છે.    Galaxy M52 5જીની વાત કરીએ તો તે 5જી કનેક્ટિવિટી સાથે આવશે અન હાઈ રિફ્રેસ રેટ પણ આપવામાં આવ્યો છે.


Amazon Great Indian Festival Sale LIVE Now!


https://amzn.to/3Fe1W0u


તેમાં 6 ઇંચની AMOLED Full HD+ ડિસ્પ્લે આપવામાં આવશે. જેનું પિક્સલ રિઝોલ્યુશન 1080 x 2400 છે. તેમાં 120Hzનો રિફ્રેશ રેટ અને પંચ-હોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Qualcomm Snapdragon 778G ચિપસેટથી લેસ છે. તેમાં 8 જીબી સુધીની રેમ અને 128 જીબીની ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. જેને માઈક્રોએસડી કાર્ડથી વધારી શકાશે. આ ફોન એન્ડ્રોઈ 11 પર આધારિત One UI 3.1 પર કામ કરે છે. તેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. જે 25 W ચાર્જિંગ સપોર્ટ સાથે કામ કરે છે.


ફોનમાં કેવા છે કેમેરા


કેમેરા સેગમેંટની વાત કરીઓ તો તમાં ટ્રિપલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમરો 64 મેગા પિક્સલનો છે. બીજો 12 મેગા પિક્સલનો અલ્ટ્રાવાઈડ લેંસ અને ત્રીજો 5 મેગા પિક્સલનો મેક્રો શૂટર છે. સેલ્ફી માટે ફોનમાં 32 મેગા પિક્સલનું ફ્રંટ સેંસર આપવામાં આવ્યું છે. ફોનમાં સાઇડ માઉંટેડ ફિંગર પ્રિંટ સેંસર પણ છે. બ્લેક, બ્લૂ અને વ્હાઇટ કલરમાં ખરીદી શકાશે.


ભારતમાં ક્યારે થશે લોન્ચ અને કેટલી હશે કિંમત


ગેલેક્સી એમ52 5જી ભારતમાં 28 સપ્ટેમ્બરે બપોરે 12 કલાકે લોન્ચ થશે. તેને એમેઝોન પર ઉપલબ્ધ કરાવાશે. આ ફોન ભારતમાં 30 હજાર રૂપિયા આસપાસની કિંમતે લોન્ચ થવાની આશા છે.


કોને આપશે ટક્કર


 Samsung Galaxy M52 5જી ફોન OnePlus Nord 2, Realme GT Master Editionન સહિત આ શ્રેણીમાં આવતા ઘણા ફોનને ટક્કર આપશે.


આ પણ વાંચોઃ આ તારીખથી શરૂ થશે Amazon Great Indian Festival સેલ, મળશે બંપર ડિસ્કાઉન્ટ