છેલ્લા કેટલાક મહિનાથી IPhone SE 2 તથા iPhone 9 ની ચર્ચાઓ ચાલી રહી હતી. તેના ફીચર્સ અને ડિઝાઈન પહેલેથી જ લીક થઈ ગયા છે. પહેલા આ ફોન 31 માર્ચના રોજ લોન્ચ થવાનો હતો, પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન લાગુ થતા લોન્ચિંગ ડેટ લંબાવામાં આવી હતી.
iPhone SE 2 ના A13 બાયોનિક ચિપસેટ પર ચાલશે, જેનો ઉપયોગ iPhone 11 સીરિઝમાં પણ કરવામાં આવ્યો હતો. આ 3GB રેમ અને 64GB અને 128GBના સ્ટોરેજ ઓપ્શન સાથે આવી શકે છે. IPhone SE 2માં 4.7 ઈંચની એલસીડી ડિસ્પ્લે, સિંગલ રિયર અને સેલ્ફી કેમેરા આપવામાં આવી શકે છે.
લીક જાણકારી અનુસાર આ ફોનમાં ટચ આઈડી બટન સાથે iPhone 8 જેવી ડિઝાઈન આપવામાં આવી શકે છે. ફિંગરપ્રિન્ટ સેન્સરને ટચ આઈડીમાં એમ્બેડ કરવામાં આવશે. કલર વેરિએન્ટની વાત કરીએ તો આ ફોન સિલ્વર, ગ્રે અને ગોલ્ડ કલરમાં આવી શકે છે.
iPhone SE 2 વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવેલા iPhone SE ની કિંમત પર લોન્ચ કરવામાં આવી શકે છે. બેઝ મોડલ માટે શરૂઆતી કિમત 399 ડોલર( 30,400 રૂપિયા) હોઈ શકે છે.