નવી દિલ્હીઃ કોરોના સામે લડતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફને સન્માન આપવા ગૂગલે એક ખાસ પહેલ કરી છે. ગૂગલે ડૉક્ટરોના જઝ્બાને સલામ કરતુ એક ખાસ ડૂડલ બનાવ્યુ છે.


આ ડૂડલ ખાસ કરીને ડૉક્ટરો, નર્સ અને મેડિકલ સ્ટાફ માટે બનાવ્યુ છે, કે જે દિવસ રાત કોરોના સામે લડીને પોતાના જીવના જોખમે લોકોનો જીવ બચાવી રહ્યાં છે.



આ ખાસ ડૂડલમાં એક વીડિયોના માધ્યમથી બધા ડૉક્ટરો, નર્સ અને મેડિકલ સ્ટાફને 24 કલાકની ડ્યૂટીની પ્રસંશા કરવામાં આવી છે, તેમનો આભાર માનવામાં આવ્યો છે.

ગૂગલનાના ડૂડલ પર ક્લિક કરતાં એક વીડિયો ખુલે છે, આ વીડિયોમાં અલગ અલગ ડૉક્ટર લોકોને સલાહ આપતા દેખાઇ રહ્યાં છે. તેઓ કહે છે કે આ સમય છે, એક દેશ તરીકે એકસાથે રહેવાનો, શાંત રહેવાનો. તમારા પરિવાર અને દેશનો બચાવ માત્ર તમારા હાથમાં જ છે. આ મહામારી દરમિયાન સૌથી વધુ જરૂરી એ છે કે મદદની વસ્તુઓનો ઉપયોગ ત્યાં જ કરવામાં આવે જ્યાં તેની સૌથી વધૂ જરૂર છે, જેમ કે માસ્ક અને સેનેટાઇઝર.



હાલ દુનિયાભરમાં 18.5 લાખથી વધુ લોકો કોરોના વાયરસની ઝપેટમાં છે, અને 1.1 લાખ લોકો મોતને ભેટી ચૂક્યા છે.