નવી દિલ્હીઃ અમેરિકાની દિગ્ગજ સ્માર્ટફોન કંપની Appleએ એક ચોંકવનારો ફેંસલો કર્યો છે. કંપનીએ પોતાના સ્માર્ટ સ્પીકર હૉમપૉડને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના બીજા સ્માર્ટ સ્પીકર હૉમપૉડ મિનીએ થોડા જ સમયમાં માર્કેટમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી લીધી છે. Appleએ આ વાતની અધિકારીક પુષ્ટી કરતા કહ્યું- કંપની હવે હૉમપૉડ સ્માર્ટ સ્પીકરનુ નિર્માણ નહીં કરે અને આનુ વેચાણ હવે માત્ર છેલ્લા સ્ટૉક સુધી જ થશે.
ઉલ્લેખનીય છે કે, Apple એ 2018 માં હૉમપૉડ સ્માર્ટ સ્પીકર માર્કેટમાં ઉતાર્યુ હતુ. આના વરસ બાદ આ ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યુ હતુ. ભારતમાં આની કિંમત 19,900 રૂપિયા છે. આના પછી કંપનીએ હૉમપૉડ મિની સ્માર્ટ સ્પીકર તરીકે ભારતમાં 9,900 રૂપિયામાં લૉન્ચ કર્યુ હતુ.
શું છે Apple હૉમપૉડના સ્પેશિફિકેશન્સ......
મળતી રહેશે એપલ કેર સર્વિસ....Appleએ પોતાના ઓરિજિનલ HomePodને બંધ કરવાની જાહેરાત કરતા કહ્યું- HomePod યૂઝર્સને આનાથી જોડાયેલા તમામ અપડેટ, સર્વિસ અને સપોર્ટ કરે એપલ કેર સર્વિસમાંથી મળતી રહેશે. હવે HomePod mini પર ફોકસ કરી રહ્યાં છે.