નવી દિલ્હી: વિશ્વની અગ્રણી ટેક કંપની એપલે ચીનને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. Appleએ તેના ઉત્પાદનોમાં ચીનની Yangtze મેમરી ટેક્નોલોજી કંપની (YMTC)ની મેમરી ચિપ્સનો ઉપયોગ કરવાની યોજનાને અટકાવી દીધી છે. સૂત્રોએ નિક્કી એશિયાને આ અંગે માહિતી આપી હતી. એપલે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે અમેરિકા ચીનના ટેક્નોલોજી સેક્ટર સામે નિકાસ સંબંધિત નિયંત્રણો લાદી રહ્યું છે.
સૂત્રોએ જણાવ્યું કે Apple એ iPhonesમાં ઉપયોગ માટે YMTCની 128-લેયર 3D NAND ફ્લેશ મેમરીને પ્રમાણિત કરવા માટે મહિનાઓની પ્રક્રિયા પહેલાથી જ પૂર્ણ કરી લીધી છે. જોકે, હવે કંપનીએ ચિપ્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
અમેરિકી સરકારના દબાણને કારણે આ નિર્ણય લેવાયો છે
વાસ્તવમાં NAND ફ્લેશ મેમરી એ એક મુખ્ય ડિવાઇસ છે છે જે સ્માર્ટફોન અને પર્સનલ કોમ્પ્યુટરથી સર્વર સુધીના તમામ ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં જોવા મળે છે. YMTCની 128-લેયર ચિપ્સ એ ચીની ચિપ ઉત્પાદક દ્વારા બનાવવામાં આવેલી સૌથી અદ્યતન ચિપ્સ છે. જો કે, તે હજુ પણ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ અને માઈક્રોન જેવા માર્કેટ લીડર્સની એક કે બે જનરેશન પાછળ છે.
સપ્લાય ચેઇનના અધિકારીઓએ જણાવ્યું હતું કે Appleએ આ વર્ષની શરૂઆતમાં ચીની સરકાર દ્વારા ભંડોળ મેળવતી YMTC ચિપ્સનો ઉપયોગ કરવાનું શરૂ કરવાની યોજના બનાવી હતી, કારણ કે તે અન્ય કરતા ઓછામાં ઓછા 20% સસ્તી છે. જો સૂત્રોનું માનીએ તો એપલને વધતા રાજકીય દબાણના કારણે આ નિર્ણય લેવાની ફરજ પડી હતી.
યુએસએ ચીની કંપની YMTC ને અવેરિફાઈડ લિસ્ટમાં મૂકી છે
વૉશિંગ્ટને 7 ઑક્ટોબરે YMTC ને કહેવાતા અનવેરિફાઇડ લિસ્ટમાં મૂક્યું હતું. આ નિર્ણય ત્યારે લેવામાં આવે છે જ્યારે અમેરિકન સરકાર તેના યુઝર્સ કોણ છે તે ચકાસી શકતા નથી. YMTC ચિપ્સનો પ્રારંભમાં માત્ર ચીનના બજારમાં વેચાતા iPhones માટે જ ઉપયોગ કરવાની યોજના હતી. એક સૂત્રએ જણાવ્યું કે Apple કંપની YMTC પાસેથી તમામ iPhones માટે જરૂરી NAND ફ્લેશ મેમરીના 40% સુધી ખરીદવાનું વિચારી રહી હતી.
વર્ષની શરૂઆતમાં એપલે ભારતમાં iPhone 13નું ઉત્પાદન શરૂ કરીને ચીનને આંચકો આપ્યો હતો અને હવે તે iPad ટેબલેટને પણ એસેમ્બલ કરવાની યોજના બનાવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, એપ્રિલથી પાંચ મહિનામાં ભારતમાંથી iPhoneની નિકાસ $1 બિલિયનને વટાવી ગઈ છે.