iPhone 12નો ઇન્તજાર ખતમ, આ તારીખે એપલ વર્ચ્યૂઅલ ઇવેન્ટમાં લૉન્ચ કરશે આઇફોન, જાણો શું હશે ફોનમાં ખાસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Oct 2020 12:11 PM (IST)
કંપની 13 ઓક્ટોબરે એક સ્પેશ્યલ ઇવેન્ટ કરશે, આ માટે મીડિયા ઇન્વિટેશન મોકલી દેવામાં આવ્યા છે. ઇન્વિટેશન કાર્ડ પર 'Hi, Speed' લખ્યુ છે. જોકે, કોરોના સંક્રમણના કારણે આ લૉન્ચિંગ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલ જ હશે
નવી દિલ્હીઃ એપલે પોતાની જાણીતી સીરીઝ આઇફોન 12 (iPhone 12) ને લૉન્ચ કરવાની તારીખની જાહેરાત કરી દીધી છે. કંપની 13 ઓક્ટોબરે એક સ્પેશ્યલ ઇવેન્ટ કરશે, આ માટે મીડિયા ઇન્વિટેશન મોકલી દેવામાં આવ્યા છે. ઇન્વિટેશન કાર્ડ પર 'Hi, Speed' લખ્યુ છે. જોકે, કોરોના સંક્રમણના કારણે આ લૉન્ચિંગ ઇવેન્ટ પણ વર્ચ્યૂઅલ જ હશે. ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા એપલે એક વર્ચ્યૂઅલ ઇવેન્ટ કરીને અન્ય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી હતી. આ ઇવેન્ટ 13 ઓક્ટોબરે સવારે 10 વાગે (ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે) હશે. આ ઇવેન્ટ યુએસના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલના કૉર્પોરેટ હેડક્વાર્ટર Apple Parkમાં આયોજિત કરવામાં આવશે. એપલ લાઇવ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોઇ શકાશે. આઇફોન 12માં શુ છે ખાસિયતો.... iPhone 12 લાઇન અપને નવી ડિઝાઇનની સાથે સ્ક્વૉયર્ડ ઓફ એજ અને 5G ટેકનોલૉજી સાથે લાવવામાં આવી રહ્યો છે. 5Gને લઇને કન્ફર્મ નથી, પરંતુ કહેવાઇ રહ્યું છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત ચાર નવા મૉડલ હશે. આમાં iPhone 12 મિની, 6.1 ઇંચ વાળો iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max 6.7 ઇંચ ડિસ્પ્લે સાઇઝમાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે, આ ફોનની 51,300 થી 55000 રૂપિયાની વચ્ચે હોઇ શકે છે. વળી લીક થયેલી ડિટેલનુ માનીએ તો iPhone 12 માટે બિલ ઓફ મટીરિયલ (BOM) વધી ગયુ છે, અને આ $749 થી શરૂ થઇ શકે છે. આ વધારો ફોન પર 5Gના કારણે માની શકાય છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ