નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં બજેટ સેગમેન્ટમાં એક મોટી રેન્જમાં સ્માર્ટફોન અવેલેબલ છે. ભારતમાં આ રેન્જમાં મળતા ફોનનું સેલિંગ ખુબ વધુ છે. હવે રેન્જમાં ઇનફિનિક્સ કંપનીએ પણ પોતાનો બજેટ ફોન લૉન્ચ કરી દીધો છે. કંપનીએ ઇનફિનિક્સ હૉટ 10 નામના ફોનને લૉન્ચ કર્યો છે, જેમાં 6જીબી રેમ આપવામાં આવી છે. ઇનફિનિક્સ હૉટ 10 ફોનમાં કંપનીએ બહુ મોટા પ્રમાણમાં ખાસિયતો આપી છે, ફોનમાં પંચહૉલ ડિસ્પ્લે, દમદાર પ્રૉસેસર અને ક્વૉડ કેમેરા સેટઅપ છે. આ ફોનનુ વેચાણ ફ્લિપકાર્ટ પરથી થશે.


કિંમત અને ઉપલબ્ધતા
નવા ઇનફિનિક્સ હૉટ 10ને 6જીબી રેમ+ 128જીબી સ્ટૉરેજની સાથે ઉતારવામાં આવ્યો છે. આની કિંમત માત્ર 9,999 રૂપિયા રાખવામાં આવી છે, આ ફોનનુ વેચાણ 16 ઓક્ટોબરથી ફ્લિપકાર્ટ પરથી શરૂ થશે.

ઇનફિનિક્સ હૉટ 10ના ફિચર્સ.....
નવા ઇનફિનિક્સ હૉટ 10 ફોનની ડિઝાઇન એકદમ આકર્ષક છે. આમાં 6.78 ઇંચની મોટી એચડી ટીએફટી એલસીડી ડિસ્પ્લે છે. આ ફોનનો સ્ક્રીન ટૂ બૉડી રેશિયો 91.5 ટકાનો છે.

આમાં મીડિયાટેક હીલિયો જી70 પ્રૉસેસર આપવામાં આવ્યુ છે, આની સાથે 6જીબી રેમ અને 128જીબી સુધીનુ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. મેમરીને માઇક્રો એસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. આમાં એન્ડ્રોઇડ 10 છે અને પવાર માટે 5200 એમએએચની બેટરી આપવામાં આવી છે. આ ઉપરાંત ફાસ્ટ ચાર્જિંગ મેરાથોન ટેકનોલૉજી છે.

ફોટોગ્રાફી માટે ઇનફિનિક્સ હૉટ 10 ફોનમાં કંપનીએ રિયરમાં ફ્લેશ લાઇટની સાથે ક્વાડ રિયર કેમેરા સેટઅપ આપ્યો છે. જેમાં પ્રાઇમ કેમેરો 16 મેગાપિક્સલનો છે, વળી બે લેન્સ 2-2 મેગાપિક્સલના સેલ્ફી કેમેરા આપ્યા છે. આ ઉપરાંત કનેક્ટિવિટી માટે ફોનમાં 4જી વૉલ્ટી સપોર્ટ છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ