ચાર મૉડલ થશે લૉન્ચ
એપલ ઇવેન્ટમાં આઇફોન-12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ સામેલ છે. આ તમામ ડિવાઇસીસને એપલ 5G કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવશે.
આ હોઇ શકે છે કિંમત
લીક્સ રિપોર્ટ પ્રમાણે આઇફોન 12 મીનીની સ્ક્રીન સાઇઝ 5.1 ઇંચ હશે, અને તેની કિંમત લગભગ 699 ડૉલર એટલે કે 51,000 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત 6.1 ઇંચ ડિસ્પ્લે વાળો આઇફોન 12 યુએસમાં 799 ડૉલર એટલે કે લગભગ 58,300 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જો સ્ટૉરેજની વાત કરીએ તો આમાં 64GB થી 256GB સુધી સ્ટૉરેજ મળી શકે છે.
આની આ હોઇ શકે છે કિંમત
વળી આઇફોન-12 પ્રૉની ડિસ્પ્લે 6.1 ઇંચની હશે, અને ફોનની શરૂઆતી કિંમત 999 ડૉલર એટલે લગભગ 73,000 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત આઇફોન-12 પ્રૉ મેક્સની ડિસ્પ્લે 6.7 ઇંચની હશે, અને આની શરૂઆતી કિંમત 1099 ડૉલર એટલે લગભગ 80,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં કંપની MagSafe વાયરલેસ ચાર્જર પણ માર્કેટમાં ઉતારી શકે છે. જોકે કંપની તરફથી સત્તાવાર રીતે કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.