જો તમે આવો કોઇ સસ્તો અને દમદાર પ્લાન લેવા માંગતા હોય તો અહીં છે. જિઓ-એરટેલ-વીઆઇ આ ત્રણે ટેલિકૉમ કંપનીઓએ માર્કેટમાં 84 દિવસના ખાસ પ્લાન લૉન્ચ કર્યા છે, જેમાં તે કૉલિંગ અને ઇન્ટરનેટની સાથે અન્ય ખાસ સુવિધાઓ પણ આપી રહી છે. જાણો આ પ્લાન વિશે......
Reliance Jio
રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે એફોર્ડેબલ પ્રીપેડ પ્લાન લાંબી વેલિડિટી સાથે રજૂ કરી રહી છે. 329 રૂપિયાની કિંમતવાળા આ પ્લાનની વેલિડીટી 84 દિવસની છે. આ પેકમાં માત્ર 6 જીબી ડેટા મળે છે. તેની સાથે જ આ પેકમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. જ્યારે અન્ય નેટવર્ક પર કોલિંગ માટે આ પ્લાનમાં 3000 મિનિટ્સ મળે છે. ઉપરાંત તેમાં 1000 એસએમએસ પણ મળે છે. કંપનીએ આ પ્લાનમાં જિઓ એપ્સનું કોમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન આપી રહી છે.
Airtel
જિયો ઉપરાંત એરટેલ પણ પોતાના યૂઝર્સને આવા જ પ્લાન આપી રહી છે. એરટેલના આ પ્લાન 379 રૂપિયાનો છે, જેમાં 6 જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગ ઉપરાંત દરરોજ 100 એસએમએસ ફ્રી આપવામાં આવી રહ્યા છે. તેમાં એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.
Vodafone- Idea
વોડાફોન-આઈડિયાના 379 રૂપિયાવાળા આ પ્લાનમાં યૂઝર્શને કુલ 6 જીબી ડેટા અને 1000 ફ્રી એસએમએસ મળી રહ્યા છે. આ પ્લાન અંતર્ગત તમામ નેટવર્ક્સ પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આ પ્લાન પણ 84 દિવસની વેલિડિટી સાથે આવે છે.