નવી દિલ્હીઃ તમારી પાસે આઇફોન કે એપલનુ કોઇ ડિવાઇસ છે તો સાવધાન થઇ જાઓ, હેકર્સ એપલ યૂઝર્સના ડિવાઇસ પર એક ખાસ નૉટિફિકેશન -મેસેજ મોકલીને વાયરસ મોકલી રહ્યાં છે. આવા મેસેજો દ્વારા હેકરો સિસ્ટમ ક્રેશ કરી રહ્યાં છે.

હેકર્સ દ્વારા મોકલવામાં આવેલો એક ટેક્સ્ટ મસેજ તમારા આઇફોન, આઇપેડને ક્રેશ કરી શકે છે. આ નૉટિફિકેશન સિંધી ભાષામાં હોય છે, જેના પર ક્લિક કર્યા બાદ આઇફોન કે ડિવાઇસ ક્રેશ થઇ જાય છે.



આ ટેક્સ્ટ મેસેજમાં ઇટાલીનો ઝંડો કે ઇમોજીની સાથે સિંધી ભાષામાં કંઇક લખેલુ હોય છે. સિંધી એક અધિકારિક ભાષા છે, જેનો ઉપયોગ પાકિસ્તાનમાં કરવામાં આવે છે.

રિપોર્ટ પ્રમાણે, આ બગ iPhone, MacBook, Apple Watch અને એપલ ટીવીને નુકશાન પહોંચાડી શકે છે. આ વાયરસ સીધો ઓપરેટિંગ સિસ્ટમ પર એટેક કરે છે, અને પછી ડિવાઇસની સ્ક્રીન પર આવે છે. જોકે રિસેટ/રિસ્ટાર્ટ કર્યા પછી ડિવાઇસ ઠીક થઇ જાય છે.



સોશ્યલ મીડિયામાં કેટલાક લોકોએ ઇટાલિયન ફ્લેગવાળા નૉટિફિકેશનની તસવીરો શેર કરી છે. આને આની માહિતી આપી છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ બગ સૌથી પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ટેલિગ્રામ પર દેખાયો હતો. બાદમાં ટ્વીટર વૉટ્સએપ અને આઇમેસેજ જેવી બીજી એપમાં ઝડપથી સર્ક્યૂલર થવા લાગ્યો હતો.