કોરોનાથી નિપટવા માટે મુખ્ય ભૂમિકા નિભાવી રહેલા લોકો માટે એક ખાસ સીરિઝ બનાવવામાં આવી છે, જેના દ્વારા ગૂગલ કોરોના વૉરિયર્સને સન્માન કરી રહ્યું છે.
ગૂગલે આજે એક ખાસ ડૂડલ બનાવ્યુ છે, તેના પર એકવાર ફરીથી કોરોના વાયરસથી બચવા માટે જરૂરી ટિપ્સ બતાવવામાં આવી છે. ગૂગલે પોતાના લેટર્સને અલગ-અલગ કેરેક્ટર આપીને ખાસ સંદેશ આપ્યો છે.
ગૂગલના આ ડૂડલમાં G શબ્દ પુસ્તક વાંચી રહ્યો છે, O શબ્દ ગીત ગાઇ રહ્યો છે અને બીજો O ગિટાર વગાડી રહ્યો છે. આ ઉપરાંત G શબ્દ ફોનમાં બિઝી દેખાઇ રહ્યો છે, L ઘરમાં રહીને વર્કઆઉટ કરતો દેખાઇ રહ્યો છે, અને E ફોન પર વાત કરી રહ્યો છે. આમ ગૂગલે આ ખાસ અભિયાન દ્વારા ઘરમાં રહેવાની સલાહ અને કોરોનાથી બચવાની ટિપ્સ આપી છે.
ગૂગલના ડૂડલ પર ક્લિક કરતાં જ કોરોનાથી બચવાની ટિપ્સ સામે આવી જાય છે. જેમાં લખ્યુ છે, ઘરમાં રહો સુરક્ષિત રહો. દુરી બનાવીને રહો, વારંવાર હાથ ધોવો, મોંને ઢાંકીને ખાંસો, બિમાર છો? તરતજ હેલ્પલાઇન પર કૉલ કરો.