નવી દિલ્હીઃ એપલના સીઇઓ ટિમ કુકે તાજેતરમાં જ કેલિફોર્નિયાની કંપનીના હેડક્વાર્ટર એપલ પાર્કમાં વર્ચ્યૂઅલ પ્રેસ કૉન્ફરન્સ દ્વારા પોતાની કેટલીય પ્રૉડક્ટ્સને લૉન્ચ કરી દીધી છે. આમાં Apple Watch Series 6, Watch SE, iPad Air, 8th જનરેશન iPadની સાથે એપલે પોતાની સર્વિસને પણ લૉન્ચ કરી છે. જોકે આ ઇવેન્ટમાં iPhone 12 સીરીઝને લૉન્ચ નથી કરવામાં આવી, વળી, હવે રિપોર્ટ મળી રહ્યાં છે કે આ વર્ષ Apple પોતાના મૉસ્ટ અવેટેડ સીરીઝ iPhone 12ને લૉન્ચ કરી શકે છે.


સોશ્યલ મીડિયા પર એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે iPhone 12 સીરીઝ અંતર્ગત સ્માર્ટફોનના ચાર મૉડલ માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. વળી એ વાતનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે iPhone 12 મિની iPhone 12 સીરીઝનુ સૌથી નાના સ્માર્ટફોન હોઇ શકે છે. ટિપસ્ટરે ટ્વીટર પર iPhone 12 મિની, iPhone 12, iPhone 12 Pro, and the iPhone 12 Pro Max મૉડલને ટ્વીટ કરીને પૉસ્ટ કર્યુ હતુ.

તાજેતરમાં જ બીજા એક ટિપસ્ટરનો અંદાજો સાચો પડ્યો, હવે તેને ગયા મહિને આઇપેડ એર બ્રૉશરની તસવીરો શેર કરી હતી, હવે ટિપસ્ટરે એક તસવીર પૉસ્ટ કરી છે. જેમાં કથિત રીતે અનરિલિઝ્ડ સિલિકૉન iPhone કેસનો હતો, તે સ્ટિકરમાંનુ એક iPhone 12 મિનીનુ નામ છે, જે iPhone 12 પ્રૉ અને iPhone 12 પ્રૉ મેક્સની સાથે દેખાઇ રહ્યું હતુ.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ