નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની વનપ્લસ આગામી મહિને વનપ્લસ 8ટીને લૉન્ચ કરી રહી છે. આ પહેલા કંપની પોતાના વનપ્લસ 7ટી ફોન પર ભારે ડિસ્કાઉન્ટ આપીને ખરીદવાનો બેસ્ટ મોકો આપી રહી છે.
વનપ્લસના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર લગભગ 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કિંમત ઘટાડા બાદ તમે આ ફોનને 34,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રાઇસ ફોનનું 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળુ મૉડલ છે.
કંપનીની સાઇટ પર મળી રહી છે ઓફર
OnePlus 7T પર મળનારી છૂટ માત્ર કંપનીના ઓનલાઇન સ્ટૉર પર જ મળી રહી છે. અમેઝોન પર હજુ પણ આ ફોન 37,999 રૂપિયામાં જ સેલ થઇ રહ્યો છે. જોવાનુ છે કે આ ડિસ્કાઉન્ટ કંપની સાઇટ પર ક્યાં સુધી આપી રહી છે. તમારી પાસે આ મોંઘા અને હાઇટેક ફોનને સસ્તામાં ખરીદવાનો બેસ્ટ મોકો છે.
OnePlus 7Tના ફિચર્સ
જો OnePlus 7Tની સ્પેશિફિકેશન્સની વાત કરીએ તો ફોનમાં 6.55 ઇંચની Fluid AMOLED ફૂલ એચડી+ ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનુ રિઝોલ્યુશન 2400x1080 પિક્સલ્સ છે. ફોનની 90Hz રિફ્રેશ રેટ વાળી ડિસ્પ્લે 402ppi પિક્સલ ડેન્સિટી અને 20:9 આસ્પેક્ટ રેશિયોની સાથે આવે છે. પ્રૉટેક્શન માટે ડિસ્પ્લે પર 3D કૉર્નિંગ ગોરિલ્લા ગ્લાસ આપવામાં આવ્યો છે. ફોનમાં 8 GB સુધી રેમ અને 256 GB સુધી ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
OnePlusના આ મોંઘા અને હાઇટેક ફોનને સસ્તાંમાં ખરીદવાનો બેસ્ટ મોકો, કંપની આપી રહી છે આટલુ બધુ ડિસ્કાઉન્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Sep 2020 02:12 PM (IST)
વનપ્લસના ઓફિશિયલ ઓનલાઇન સ્ટૉર પર લગભગ 3000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. કિંમત ઘટાડા બાદ તમે આ ફોનને 34,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રાઇસ ફોનનું 8 GB રેમ અને 128 GB સ્ટૉરેજ વાળુ મૉડલ છે
ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -