નવી દિલ્હીઃ ટેક કંપની એપલ આ વર્ષે એપલનો સૌથી દમદાર ફોન આઇફોન 12 લૉન્ચ કરશે તેવી અટકળો વચ્ચે હવે રિપોર્ટ છે કે તે બીજી કેટલીક પ્રૉડક્ટ પણ માર્કેટમાં ઉતારી શકે છે. રિપોર્ટ છે કે એપલ આ વખતે આઇફોન પહેલા આઇપેડ લૉન્ચ કરવાની તૈયારીમાં છે. લીકસ્ટર જૉન પ્રૉસેરે એક ટ્વીટમાં જણાવ્યુ કે, એપલ 8 સપ્ટેમ્બરે એક પ્રેસ કૉન્ફરન્સ કરશે જેમાં તે એક મોટી જાહેરાત કરી શકે છે. તેમના અનુસાર, લૉન્ચની જાહેરાત 9 વાગે થશે. જોકે, હજુ સુધી આના વિશે કોઇ સત્તાવાર માહિતી નથી મળી. પરંતુ રિપોર્ટ પ્રમાણે, એપલ iPad Air 4 લૉન્ચ કરશે.


એપલ ઇનસાઇડરના એક રિપોર્ટ પ્રમાણે, એસેસીરીઝ પ્રૉડ્યૂસર્સે આઇપેડના કેસેજમાં નાંખવાનો શરૂ કરી દીધો છે. માનવામાં આવી રહ્યું છે કે આ સામાન iPad Air 4નો છે. એપલે ગયા વર્ષે iPad Proના ફ્લેટ કિનારી અને હૉમ બટનને હટાવીને ફરીથી બનાવ્યુ હતુ. iPad Air 4માં પણ આ રીતની ડિઝાઇન હોવાની આશા છે. આ આઇપેડની સાથે એપલ પેન્સિલનો સપોર્ટ આવવાની આશા છે.

રિપોર્ટ એવા પણ છે કે કંપની iPad Air 4 પર કામ કરી રહી છે. બ્લૂમબર્ગે એપલના તમામ નેક્સ્ટ લૉન્ચ પ્રૉડક્ટ પર રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં એઝ ટૂ એઝ આઇપેડ પ્રૉ જેવી સ્ક્રીનની સાથે એક નવુ આઇપેડ એર પણ સામેલ છે. એવી પણ વાત છે કે કંપની આઇફોન પહેલા iPad Air 4ને લૉન્ચ કરી શકે છે.



22 સપ્ટેમ્બરે આઇફોન 12 લૉન્ચિંગ ઇવેન્ટ
રિપોર્ટ પ્રમાણે કંપની આઇફોન 12ને આગામી 22 સપ્ટેમ્બરે માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. આ માટે કંપની ઇવેન્ટનુ આયોજન કરશે. આ પહેલા કંપનીની ઇવેન્ટને 8 સપ્ટેમબરે આયોજિત કરવાની હતી. બે અઠવાડિયાના મોડુ થયાના ગણિત પ્રમાણ આ તારીખ 22 સપ્ટેમબર હોઇ શકે છે.