નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ આ વર્ષો પોતાનો નવો અને લેટેસ્ટ આઇફોન માર્કેટમાં ઉતારવા જઇ રહી છે, હવે એક લીક થયેલા રિપોર્ટ પ્રમાણે નવા આઇફોન iPhone 12ની લૉન્ચિંગ ડેટ સામે આવી છે. કોરોનાના કારણે આ વખતે પ્રૉડક્શનમાં મોડુ થયુ છે, પરંતુ આ મહિને લૉન્ચિંગની પુરેપુરી તૈયારીઓ કંપનીએ કરી લીધી છે.


બ્લૂમબર્ગનાના રિપોર્ટ અને એક આઇફોન એક્સપર્ટના ટ્વીટ પ્રમાણે કંપની આગામી થોડાક દિવસોમાં આઇફોન 12 લૉન્ચ કરી શકે છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એપલ 7 સપ્ટેમ્બરે નવુ આઇપૉડ અને એપલ વૉચ લૉન્ચ કરી શકે છે, જ્યારે બીજા રિપોર્ટમાં કહેવાયુ છે કે કંપની હજુ કોઇ હાર્ડવેર પ્રૉડક્ટને લૉન્ચ નહીં કરે, પરંતુ એક પ્રેસ રિલીઝ દ્વારા ઇવેન્ટની તારીખની જાહેરાત કરશે.

રિપોર્ટ પ્રમાણે કંપની આઇફોન 12ને આગામી 22 સપ્ટેમ્બરે માર્કેટમાં લૉન્ચ કરી શકે છે. આ માટે કંપની ઇવેન્ટનુ આયોજન કરશે. આ પહેલા કંપનીની ઇવેન્ટને 8 સપ્ટેમબરે આયોજિત કરવાની હતી. બે અઠવાડિયાના મોડુ થયાના ગણિત પ્રમાણ આ તારીખ 22 સપ્ટેમબર હોઇ શકે છે.



બે સસ્તાં મૉડલ થશે લૉન્ચ
એક રિપોર્ટ અનુસાર, એપલ આ વખતે નાની સ્ક્રીનની સાથે બે મૉડલ લૉન્ચ કરી શકે છે. આમાં 5.4 ઇંચ અને 6.1 ઇંચની ડિસ્પલે વાળા મૉડલ હોઇ શકે છે, પરંતુ આની કિંમત કેટલી હશે તેને લઇને કોઇ સત્તાવાર જાણકારી સામે આવી નથી.

બે હાઇ એન્ડ આઇફોન થશે લૉન્ચ
કંપની 12 સીરીઝમાં બેસિક મૉડલની સાથે બે હાઇ એન્ડ મૉડલ પણ લઇને આવી રહી છે, આની સાઇઝ 6.1 અને 6.7 ઇંચ હોઇ શકે છે. આમાં પહેલાથી એએલઇડી ડિસ્પ્લે આપવામાં આવશે. 6.7 ઇંચ વાળા મૉડલની પુરેપુરી લાઇનઅપનું સૌથી મોટુ મૉડલ હશે. દાવો છે કે આ કંપનીનુ અત્યાર સુધીનુ સૌથી મોટુ મૉડલ હશે.



આઇફોન 12 મેડ ઇન ઇન્ડિયા હશે
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા એક રિપોર્ટ આવ્યો હતો, તે અનુસાર એપલ આઇફોન 12 લાઇન અપ ભારતમાં જ બનાવશે. કંપની આઇફોનના મેડ ઇન ઇન્ડિયા મૉડલ પોતાના બેગ્લુંરુના પ્લાન્ટમાં તૈયાર કરશે, અને આની સેલ આગામી વર્ષે શરૂ થશે. ભારતમાં ફોનના પ્રૉડક્શન થવાના કારણે નવા મૉડલ્સની કિંમતમાં પણ કમી આવી શકે છે.ભારતમાં આઇફોન 12નુ પ્રૉડક્શન ઓક્ટોબર, 2020થી શરૂ કરી શકાશે.