નવી દિલ્હીઃ એપલ હંમેશાથી જ પોતાની પ્રૉડક્ટને લઇને ચર્ચામાં રહે છે, પણ છેલ્લા કેટલાક સમયથી તે નુકશાનમાં જઇ રહી છે, અને તેનું કારણે છે ચીન અને ભારત. એપલને આ બે મોટા માર્કેટમાંથી નુકશાન વેઠવુ પડી રહ્યું છે.
હવે આ બધાની વચ્ચે એપલે ભારતીય યૂઝર્સને એક મોટો ઝટકો આપ્યો છે. કંપની હવે આઇફોન 6 અને 6 પ્લસને ભારતમાં નહીં વેચે, વળી સાથે સાથે નાની દુકાનો અને આઉટલેટ્સને પણ બંધ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે, જે એક મહિનામાં 35 યૂનિટ નથી વેચી શકતી. આવું એટલા માટે કરવામાં આવી રહ્યુ છે જેનાથી એપલ ભારતમાં ફરીથી તે પૉઇન્ટ સાથે રેન્કિંગ હાંસિલ કરી શકે છે.
[gallery ids="383221"]
ભારતીય કંપની એન્ટ્રી આઇફોનની કિંમતને 5000 રૂપિયા સુધી વધારી ચૂકી છે. જેમાં આઇફોન 6 અને 6s સામેલ છે. વર્ષ 2014માં જ્યારે આઇફોન 6ના 32જીબી વેરિએન્ટને ભારતમાં લૉન્ચ કરવામાં આવ્યુ તો તેની કિંમત 24,900 રૂપિયા હતી. વળી, આઇફોન 6sની 29,900 રૂપિયા. આ બાદ એપલે એન્ટ્રી લેવલ સ્માર્ટફોનની કિમત હંમેશા વધારી છે. ગયા વર્ષે આ 21000 રૂપિયા હતા.