નવી દિલ્હીઃ જો તનમે લાગે છે કે નકામી એપ્લિકેશન માત્ર એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં જ જોવા મળે છે તો એવું નથી. હાલમાં જ એપલે સાથે જોડાયેલ એક અહેવાલ સામે આવ્યો છે જેમાં અનેક નકલી એપ મળી આવી છે. મોબાઈલ સિક્યોરિટી કંપની Wanderaએ iOS સાથે જોડાયેલ 17 એપ્સની યાદી જારી કરી છે. આ એપ્સ ક્લિકવેયર મેન્ટ સાથે જોડાયેલ હતી જેના દ્વારા એડવર્ટાઈઝિંગ રેવન્યૂ વધારવામાં મદદ કરી રહી હતી.

મહત્ત્વનું એ છે કે, આ તમામ એપ્લિકેશન ગુજરાતની AppAspect ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવી હતી. અને તમામ એપ્લિકેશનને આઈફોન મેકર કંપની એપલે એપ સ્ટોરમાંથી રિમૂવ કરી દીધી છે. એટલે કે આ એપ્લિકેશન હવે ડાઉનલોડ માટે ઉપલબ્ધ નહીં રહે.

ક્લિકર ટ્રોજન એક એવું માલવેર છે કે જે, આર્ટિફિશિયલ રીતે વિઝિટરને એડ નેટવર્ક અને વેબસાઈટ સાથે કનેક્ટ કરે છે, અને પે પર ક્લિક્સ દ્વારા રેવન્યુ કમાઈને એડ ફ્રોડ કરે છે. આ તમામ એપ્લિકેશન કંટ્રોલ સર્વરથી કમાન્ડ મેળવતી હતી અને યુઝર્સના મોબાઈલમાં તેમની મંજૂરી વગર એડવર્ટાઈઝમેન્ટ અને બેકગ્રાઉન્ડમાં વેબસાઈટ ખોલી દેતી હતી. એટલું જ નહીં, પણ યુઝર્સના ધ્યાન બહાર મોંઘાદાટ સબસ્ક્રિપ્શન પણ લઈ લેતી હતી. જો તમારા આઈફોનમાં પણ આમાંથી કોઈપણ એપ્લિકેશન હોય તો તાત્કાલીક તેને દૂર કરી દેશો.

એપ્લિકેશનનું લીસ્ટઃ EMI Calculator and Loan Planner, File Manager - Documents, Smart GPS Speedometer, CrickOne - Live Cricket Scores, Daily Fitness - Yoga Poses, FM Radio - Internet Radio, My Train Info - IRCTC and PNR, Around Me Place Finder, Easy Contacts Backup Manager, Ramadan Times 2019, Restaurant Finder - Find Food, BMI Calculator - BMR Calc, Dual Accounts, Video Editor - Mute Video, Islamic World - Qibla and Smart Video Compressor