નવી દિલ્હીઃ ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર હવે યૂઝર્સને વધુ એક મોટો ફટકો લાગવાનો છે. ફેસબુકના સ્વામિત્વવાળી Instagram એ ફોટો કે વીડિયો શેર કરવાને લઇને નિયમોમાં કડક ફેરફારો કરી દીધા છે. ઇન્સ્ટાગ્રામે સેલ્ફ-હાર્મ સાથે જોડાયેલી તસવીર કે વીડિયોને શેર કરવાને લઇને નિયમોને હજુ વધારે કડક કરવાનો નિર્ણય લીધો છે.


ઉલ્લેખનીય છે કે, ફોટો શેરિંગ પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એવી તસવીરો કે ગ્રાફિક્ટ પુરેપુરા બેન છે જેમાં કોઇને ખુદને નુકશાન પહોંચાડતા બતાવે. ઇન્સ્ટાગ્રામે આ બેન વર્ષ 2017માં તે સમયે લગાવ્યો હતો જ્યારે ટિશ ટીનેજર મૉલી રસેલે આ પ્લેટફોર્મ પર એક સેલ્ફી વાળો વીડિયો જોયા બાદ આત્મહત્યા કરી લીધી હતી.



હવે એકવાર ફરીથી ઇન્સ્ટાગ્રામના હેડ એડમ મૉસરીએ એક પૉસ્ટ લખી છે, જેમાં જણાવ્યુ છે કે, આ બેનને આગળ પણ ચાલુ રાખવામાં આવશે. તેમને કહ્યું કે, અમે અમારી પૉલીસીને આગળ ચાલુ રાખી રહ્યાં છીએ, અમારી કોશિશ છે કે પહેલાથી વધુ સેલ્ફ-હાર્મ અને આત્મહત્યા સાથે જોડાયેલા કન્ટેન્ટને રોકવામાં આવે.



એડમ મૉસરીએ વધુમાં કહ્યું કે ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર આત્મહત્યા જેવી કન્ટેન્ટને રોકવા માટે હેલ્પલાઇન નંબર પણ છે, જેની મદદ લઇ શકાય છે. આ બેન મીમ્સ અને કાર્ટૂન પર પણ લાગુ પડે છે.