Apple Watch : એપલ વોચ પહેલાથી જ હાર્ટ રેટ મોનિટરિંગ, સ્ટ્રેસ મોનિટરિંગ અને વધુ સહિત અનેક સ્વાસ્થ્ય સુવિધાઓ સાથે આવે છે. જો કે Apple હજુ પણ તેની ઘડિયાળ માટે નવા અને શાનદાર ફીચર્સ પર કામ કરે છે. થોડા વર્ષો પહેલા કંપનીએ એપલ વોચના પસંદગીના મોડલ્સમાં ECG ફીચર ઉમેર્યું હતું. હવે રિપોર્ટ્સ સામે આવી રહ્યાં છે કે, આવનારી Apple Watchમાં બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ સપોર્ટ આપવામાં આવી શકે છે. 


એપલ વોચના બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગની અફવાઓ ઘણા સમયથી ચાલી રહી છે. બ્લૂમબર્ગે પોતાના રિપોર્ટમાં તો ત્યાં સુધી કહ્યું છે કે, એપલ કલ્પના કરતા પણ વધુ ઝડપથી આગળ વધી રહી છે.


એપલ વોચની આગામી સુવિધા


અફવાઓ છે કે બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગના સપોર્ટ સાથે એપલ વૉચ ટૂંક સમયમાં ડાયાબિટીસ અને નોન-ડાયાબિટીસ દર્દીઓની ત્વચાને પ્રિક કર્યા વિના બ્લડ ગ્લુકોઝ સ્તરનું પરીક્ષણ કરવામાં સક્ષમ બનશે. હવે સવાલ એ છે કે, લોહી વગર ટેસ્ટ કેવી રીતે થશે? તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે Apple એક સિલિકોન ફોટોનિક્સ ચિપ વિકસાવી રહી છે જે ઓપ્ટિકલ એબ્સોર્પ્શન સ્પેક્ટ્રોસ્કોપી અને લેસર લાઇટનો ઉપયોગ કરીને શરીરમાં ગ્લુકોઝની કંસંટ્રેશનને શોધી કાઢશે. જો કે આ ટેક્નોલોજી પર હજુ કામ ચાલી રહ્યું છે.


શું એપલે પુષ્ટિ કરી છે?


તે સ્પષ્ટ કરવું પણ જરૂરી છે કે, Appleએ તેની ભાવિ ઘડિયાળમાં બ્લડ ગ્લુકોઝ મોનિટરના આગમનની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ ઘણા લીક્સ જણાવે છે કે કંપની ઘણા વર્ષોથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. અહેવાલો અનુસાર આ બધું 2010માં શરૂ થયું જ્યારે Appleએ બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ સ્ટાર્ટઅપ Rarelight હસ્તગત કર્યું. ત્યારથી એપલ ગુપ્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.


શું પ્રિક વિના બ્લડ ગ્લુકોઝનું નિરીક્ષણ શક્ય છે ખરૂં?


એક તરફ લીક થયેલા અહેવાલો જણાવે છે કે, એપલ ઘણા વર્ષોથી બ્લડ ગ્લુકોઝ મોનિટરિંગ ટેક્નોલોજી પર કામ કરી રહી છે, પરંતુ અત્યાર સુધી આપણે એવી કોઈ ટેક્નોલોજી જોઈ નથી કે જે ત્વચાને પ્રિક કર્યા વિના અથવા લોહી વગર વ્યક્તિના શરીરમાં ગ્લુકોઝ કેટલું છે તે કહી શકે. અથવા સુગર રેટ કેટલો છે તે પણ કહી શકે. આ સ્થિતિમાં કહી શકાય કે એપલને આવી ટેક્નોલોજી વિકસાવવામાં ઘણો સમય લાગી શકે છે.