નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ ઇન્ટરનેટની દુનિયામાં સૌથી મોટા સર્ચ એન્જિન તરીકે દુનિયા પર રાજ કરી રહ્યું છે. પરંતુ હવે રિપોર્ટ છે કે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાની એક એપલ ગૂગલને આ મામલે ટક્કર આપવા મેદાનમાં આવી રહી છે, એટલે કે એપલ પોતાનુ સર્ચ એન્જિન ડેવલપ કરી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલને પડકારવા એપલ પોતાનુ સર્ચ એન્જિન તૈયાર કરી રહ્યુ છે, એપલ iOS 14 અને iPad OS 14 જલ્દી લૉન્ચ કરવા જઇ રહ્યું છે, અને આમાં કેટલાક મોટા ફેરફારો થવાના સંકેત મળી રહ્યાં છે, iOS 14 અને iPad OS 14માં એપલને પોતાનુ સર્ચ એન્જિન મળી શકે છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ગૂગલ એપલની સફારી બ્રાઉઝરમાં ડિફૉલ્ટ સર્ચ એન્જિન રહ્યું છે. ગૂગલ ડિફૉલ્ટ સર્ચ એન્જિન બની રહેવા માટે એપલને હજારો કરોડો રૂપિયા પણ આપે છે. પરંતુ હવે ગૂગલ અને એપલની વચ્ચે કરાર ખતમ થવા જઇ રહ્યો છે. એટલુ જ નહીં એપલ પર ગૂગલને ડિફૉલ્ટ સર્ચ એન્જિન તરીકે હટવાનુ દબાણ પણ ઝીલવુ પડી શકે છે. એપલ સામે માંગ કરવામાં આવી રહી છે કે તે યૂઝર્સને પોતાના ડિફૉલ્ટ સર્ચ એન્જિન સિલેક્ટ કરવાનો ઓપ્શન આપે.
મળી શકે છે આ ફિચર્સ.....
રેગ્યૂલેટર્સના પ્રેશરના કારણે એપલ ગૂગલને સર્ચ એન્જિનને હટાવવા અને પોતાનુ સર્ચ એન્જિન બનાવવા પર કામ કરી રહ્યું છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે એપલનુ સર્ચ એન્જિન ગગૂલ, બિંગ અને યાહૂ જેવા પહેલાથી રહેલા સર્ચ એન્જિન કરતા ઘણુ અલગ હોઇ શકે છે.
જે જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે એપલના સર્ચ એન્જિન પર જાહેરાતો નહીં દેખાય, અને આ પુરેપુરુ પ્રાઇવેટ હશે. જોકે હજુ સુધી પુષ્ટિ નથી થઇ કે એપલનુ સર્ચ એન્જિન કઇ રીતે કામ કરશે.
ઇન્ટરનેટની દુનિયામાં Googleને ટક્કર આપવા Apple તૈયાર કરી રહી છે આ મોટી પ્રૉડક્ટ, જાણીને ચોંકી જશો તમે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
31 Aug 2020 10:42 AM (IST)
રિપોર્ટ છે કે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાની એક એપલ ગૂગલને આ મામલે ટક્કર આપવા મેદાનમાં આવી રહી છે, એટલે કે એપલ પોતાનુ સર્ચ એન્જિન ડેવલપ કરી રહી છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલને પડકારવા એપલ પોતાનુ સર્ચ એન્જિન તૈયાર કરી રહ્યુ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -