નવી દિલ્હીઃ એપલની લેટેસ્ટ આઇઓએસ 15.4 અપડેટ યૂઝર્સ માટે બહુજ ખાસ ફિચર લઇને આવવાની છે. આમાં ફેસ માસ્કની સાથે અનેલૉકની સુવિધા આપનારુ ફિચર પણ સામેલ છે. ફેસ આઇડી મારફતે પોતાના આઇફોનને અનલૉક કરતી વખતે માસ્ક વાળા ચહેરાને સપોર્ટ કરે છે. યૂઝર્સની પરેસાનને દુર કરવા માટે આ ફિચરને અપડેટ કરી દેવામાં આવ્યુ છે. ફેસ આઇડીનો ઉપયોગ કરી રહ્યાં હતા, તો માસ્ક પહેરીને ફેસ આઇડી કામ ન હતુ કરી રહ્યું. આવામાં વારંવાર દરેકનો પોતાનો iPhone પાસકૉડ ટાઇપ કરવો પડતો હતો. 


ફેસ આઇડીનો ઉપયોગ પાસવર્ડને ઓટોફિલ કરવા માટે એપ સ્ટૉર પર પેમેન્ટને પ્રમાણિત કરવા માટે પણ કરી શકાય છે. આ ફિચર દ્વારા યૂઝર્સને પોતાના ડિવાઇસમાં અપડેટ ઇન્સ્ટૉલ થયા બાદ એકવાર ફરીથી ફેસ આઇડી સેટ કરવુ પડશે. આની પછી ફેસ માસ્કની સાથે iPhone અનેલૉક થઇ જશે. કંપનીનુ કહેવુ છે કે માસ્કની સાથે ફેસ આઇડી અનલૉક કરવુ માત્ર iPhone 12 અને નવી ફોન્સ પર જ કામ કરશે એટલેકે જુના આઇફોન યૂઝર્સ આ નવા ફિચરનો યૂઝ નહીં કરી શકે. 


આમાં Apple iPhone 12 mini, iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13 mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Max સામેલ છે. જુના iPhone 11 સીરીઝ, iPhone XS અને iPhone X વાળા લેટેસ્ટ ફિચનો ઉપયોગ નહીં કરી શકે. યૂઝર ધ્યા રાખે કે જો તમે ચશ્મા પહેરો છો, તો તમારો ફોન અનલૉક કરવા માટે ફેસ આઇડી સેટ કરતી વખતે માસ્ક લગાવીને રાખવુ પડશે. 


આવી રીતે કરી શકો છો યૂઝ -


સૌથી પહેલા આઇઓએસ 15.4 ને ઇન્સ્ટૉલ કરો. 
હવે બે ઓપ્શ આવશે, - પહેલો ફેસ આઇડી વિથ માસ્ક અને કન્ટીન્યૂ યૂઝિંગ વિધાઉટ માસ્ક.
માસ્કની સાથે ફેસ આઇડી યૂઝ કરવા માટે પહેલો ઓપ્શન સિલેક્ટ કરો, ત્યારબાદ ફેસ આઇડી રિસેટ કરવી પડશે.
ફેસ આઇડી સિરેટ કરવા માટે માસ્ક પહેરવાની જરૂર નથી
દરેક એન્ગલથી ફેસને સ્કેન કરવો પડશે. જો ચશ્મા પહેરો છો, તો તેને પણ પહેરો
આ પછી કન્ફોર્મ પર ક્લિક કરો.