Russia Ukraine Conflict: રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને આજે એક મહિનો થઇ ગયો છે. રશિયાની રેડ આર્મી એક મહિના પહેલા આજેના દિવસે એટલે કે 24 ફેબ્રુઆરીએ યૂક્રેનમાં ઘૂસી હતી, પરંતુ હજુ સુધી રશિયન સેનાને યૂક્રેન જીતવામાં સફળતા નથી મળી. રશિયાના આ એટેક બાદ દુનિયાભરના દેશોએ સખત નિંદા કરી અને રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવી દીધા છે. હવે કડીમાં રશિયાએ વધુ એક વળતુ પગલુ ભર્યુ છે. રશિયાયે ગૂગલ ન્યૂઝને બેન કરી દીધુ છે. 


રશિયાએ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટરને પહેલાથી જ પોતાના દેશમાં બેન કરી દીધા છે. હવે રશિયાએ ગૂગલ ન્યૂઝને બ્લૉક કરી દીધા છે. ગૂગલ ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી રશિયાના સંચાર નિયામકે કરી છે. નિયામકનો ગૂગલ ન્યૂઝ પર આરોપ છે કે તે યૂક્રેનમાં રશિયાના સૈન્ય અભિયાન વિશે ફેક કન્ટેન્ટને એક્સેસ કરવાની અનુમતિ આપે છે. ર


રિપોર્ટ અનુસાર તાજેતરમાં જ એક નવો કાયદો લાવવામાં આવ્યો હતો, જે અતંર્ગત રશિયન સેનાને બદનામ કરનારી કોઇપણ ઘટનાને રિપોર્ટ કરવુ ગેયકાયદેસર છે. 


ઉલ્લેખનીય છે કે, રશિયાએ યૂક્રેન યુદ્ધની વચ્ચે પહેલાથી જ સખત પગલા ભર્યા છે, અને દેશમાં પહેલાથી જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સહિતની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે. 


આ પણ વાંચો....... 


ઘરમાં પ્રવેશતાં જ આપ તણાવ અનુભવો છો? ઘરમાં રાખેલી આ વસ્તુઓ નેગેટિવ ઊર્જા માટે છે જવાબદાર. સર્જે છે ઉદ્વેગ


ગેસ સિલિન્ડર બાદ હવે ઘરેલું PNGની કિંમત વધી, જાણો શું છે નવા ભાવ


પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સ કલેક્શનથી સરકારે 9 મહિનામાં કરી અધધધ કમાણી, જાણો કેટલા લાખ કરોડ રૂપિયા મેળવ્યા


કોર્ટનો મોટો ચુકાદોઃ ધોરણ 10ની વિદ્યાર્થિનીને ભગાડી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ફટકારી આજીવન કેદની સજા


હનિમૂન પર જતાં પહેલા ક્યારે ન કરશો આ ભૂલ, નહિ તો પાછળથી જીવનભર પસ્તાવવું પડશે


Surat : 'મેં મા બનનેવાલી થી તબ મુજે પીટા, યે સબ દર્દ લેકર મેં નહીં જી સકતી', હોટેલ રિસેપ્શનિસ્ટે કરી લીધો આપઘાત