નવી દિલ્હીઃ આઇફોન લવર્સ માટે સારા સમાચાર છે, આજે ટેક દિગ્ગજ એપલ આજે પોતાની બહુચર્ચિત સીરીઝ આઇફોન 12ને લૉન્ચ કરવા જઇ રહી છે. એક સ્પેશ્યલ ઇવેન્ટમાં સીરીઝને લૉન્ચ કરવામાં આવી રહી છે. આ લૉન્ચ ઇવેન્ટમાં કંપની પોતાના સૌથી નાના આઇફોન, આઇફોન 12 મિની પરથી પણ પડદો ઉઠાવી શકે છે.


એપલ ઇવેન્ટ
ઇવેન્ટ 13 ઓક્ટોબરે સવારે 10 વાગે (ભારતીય સમયાનુસાર રાત્રે 10.30 વાગે) હશે. આ ઇવેન્ટ યુએસના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલના કૉર્પોરેટ હેડક્વાર્ટર Apple Parkમાં આયોજિત કરવામાં આવશે. એપલ લાઇવ ઇવેન્ટને કંપનીની વેબસાઇટ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જોઇ શકાશે.

ચાર મૉડલ થશે લૉન્ચ
એપલ ઇવેન્ટમાં આઇફોન-12 સીરીઝના ચાર સ્માર્ટફોન લૉન્ચ કરશે. આમાં આઇફોન 12 મીની, આઇફોન 12, આઇફોન 12 પ્રૉ અને આઇફોન 12 પ્રૉ મેક્સ સામેલ છે. આ તમામ ડિવાઇસીસને એપલ 5G કનેક્ટિવિટી સાથે લૉન્ચ કરવામાં આવશે.

આ હોઇ શકે છે કિંમત
લીક્સ રિપોર્ટ પ્રમાણે આઇફોન 12 મીનીની સ્ક્રીન સાઇઝ 5.1 ઇંચ હશે, અને તેની કિંમત લગભગ 699 ડૉલર એટલે કે 51,000 રૂપિયા સુધી હોઇ શકે છે. આ ઉપરાંત 6.1 ઇંચ ડિસ્પ્લે વાળો આઇફોન 12 યુએસમાં 799 ડૉલર એટલે કે લગભગ 58,300 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. આ બન્ને સ્માર્ટફોનમાં ડ્યૂલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જો સ્ટૉરેજની વાત કરીએ તો આમાં 64GB થી 256GB સુધી સ્ટૉરેજ મળી શકે છે.

આની આ હોઇ શકે છે કિંમત
વળી આઇફોન-12 પ્રૉની ડિસ્પ્લે 6.1 ઇંચની હશે, અને ફોનની શરૂઆતી કિંમત 999 ડૉલર એટલે લગભગ 73,000 રૂપિયા હોઇ શકે છે. આ ઉપરાંત આઇફોન-12 પ્રૉ મેક્સની ડિસ્પ્લે 6.7 ઇંચની હશે, અને આની શરૂઆતી કિંમત 1099 ડૉલર એટલે લગભગ 80,000 રૂપિયા રાખવામાં આવી શકે છે. આ ઇવેન્ટમાં કંપની MagSafe વાયરલેસ ચાર્જર પણ માર્કેટમાં ઉતારી શકે છે. જોકે કંપની તરફથી સત્તાવાર રીતે કિંમત અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.