નવી દિલ્હીઃ દિવાળી પહેલા ફ્લિપકાર્ટ પર 16 ઓક્ટોબરથી Big Billion Days સેલની શરૂઆત થવા જઈ રહી છે. છ દિવસ સુધી ચાલનારા આ સેલમાં તમને અનેક જરૂરી વસ્તુઓ સસ્તામાં મળશે. સૌથી ખાસ તેમાં સ્માર્ટફોન રહેશે, જેમાં ભારે છૂટ આપવામાં આવશે. આ સેલમાં સ્માર્ટફોન કંપની Poco પોતાના હેન્ડસેટ પર અનેક શાનદાર ઓફર્સ રજૂ કરશે.

આ સ્માર્ટફોન્સ પર મળશે છૂટ

કંપનીએ ટ્વિટર પર કહ્યું કે, કંપનીના ફોન્સ પર પ્રથમ વખત ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. કંપની હાલમાં જ લોન્ચ થયેલ Poco C3, Poco M2, Poco M2 Pro, Poco X2 અને Poco X3 પર ડિસ્કાઉન્ટ આપશે. Poco M2 પર 500 રૂપિયાની છૂટ આપવામાં આવશે. સેલ દરમિયાન આ ફોન 10,499 રૂપિાયમાં ખરીદી શકાશે. જ્યારે Poco M2 Proને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. છૂટ બાદ આ ફોન તમને 12,999 રૂપિયામાં મળશે.

આટલા રૂપિયાની થશે બચત

ઉપરાંત આ સેલમાં Poco X2 ફોનને 17,499 રૂપિયાની જગ્યાએ 16,499 રૂપિયામાં ખરીદી શાકશે. સાથે જ બિગ બિલિયન ડેમાં એસબીઆઈ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.

મોટોરોલા પર પણ મળશે છૂટ

ફ્લિપકાર્ટના બિગ બિલિયન ડોઝ સેલમાં મોટોરોલા સ્માર્ટફોન પર 40 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ સેલમાં Moto G9, Foldable Motorola Razr (2019), Moto E7 Plus જેવા સ્માર્ટફોન્સ પર છૂટ મળશે. મોટોરોલાના ફ્લિપ ફોલ્ડેબલ સ્માર્ટફોન Motorola Razr (2019)ની કિંમત 1,24,999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ સેલ દરમિયાન તેને 84,999 રૂપિયામાં ખરીદવાની તક મળશે.