નવી દિલ્હીઃ કોરાના કાળમાં આજકલ મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરવામાં લાગ્યા છે, આખી ઓફિસ જ ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. એવામાં ઇન્ટરનેટ ડેટાની જરૂરત ઘણી વધી ગઈ છે. ટેલિકોમ કંપનીઓ પણ યૂઝર્સની જરૂરતને ધ્યાનમાં વધારે મોબાઈલ ઇન્ટરનેટ ડેટા પ્લાન્સ લઈને આવી છે. આ રિપોર્ટમાં હવે તમને કેટલાક એવા રિચાર્જ પ્લાન્સ વિશે જાણકારી આપી રહ્યા છીએ જે આ કોરોના કાળમાં તમારા માટે ઉપયોગી સાબિત થશે.

Vodafone નો ડબલ ડેટા પ્લાન

Vodafoneના 299 રૂપિયાવાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. તેમાં ડબલ ડેટા મળે છે, એટલે કે રોજ 2GB+2GB ડેટા તમને મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5 એપનું સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. આ તમામ પ્લાન્સ ડેટા પ્રમાણે ખૂબ જ સારા છે. જો તમે રોજ વધારે ડેટાનો ઉપયોગ કરો છો તો રિલાયન્સ જિઓ, એરટેલ અને વોડાફોનના આ પ્લાન્સ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

Jioનો ખાસ ડેટા પ્લાન

Jioના આ પ્લાનમાં રોજ 3જીબી  ડેટા મળે છે. તેની સાથે જ ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ મળશે. ઉપરાંત કોલિંગ માટે 1000 એફયૂપી મિનિટ મળે છે. ઉપરાંત આ પ્લાનની સાથે જિઓની પ્રીમિયમ એપ્સનો ઉપયોગ ફ્રીમાં કરી શકાશે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. જિઓના આ પેકની કિંમત 401 રૂપિયા છે.

Aitelનો ડેટા પ્લાન

Airtel આ પ્લાનમાં તને રોજ 3જીબી ડેટા મળે છે. તેની સાથે જ ગ્રાહકોને રોજ 100 એસએમએસ પણ મળશે. ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં ગ્રાહકો માટે એરટેલ એક્સટ્રીમ, ઝી5 અને વિંક મ્યૂઝિકનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે.