આ કંપનીઓ આપી રહી છે બેસ્ટ ઇન્ટરનેટ ડેટા પ્લાન....
વોડાફોનનો ડબલ ડેટા પ્લાન
વોડાફોન કંપની આ સમયે ગ્રાહકોને ડબલ ડેટા ઓફર કરી રહી છે, કંપની 299 રૂપિયા વાળા પ્રીપેડમાં 2GB+2GB ડેટા ઓફર કરી રહી છે. આ ઉપરાંત આ પ્લાનમાં દરરોજના 10 એસએમએસ પણ ફ્રી છે. સાથે વોડાફોનથી કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગ આપવામાં આવી રહ્યું છે, સાથે આ પ્લાનમાં વોડાફાનો પ્લે અને જી5નુ ફ્રી સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
જિઓનો ખાસ ડેટા પ્લાન
રિલાયન્સ જિઓએ તાજેતરમાંજ પોતાનો નવો 401 રૂપિયા વાળો પ્રી પેડ પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ મળે છે. આ પ્લાનમાં દરરોજ 3GBની સાથે 6GB એક્સ્ટ્રા ડેટા ઓફર કરવામાં આવી રહી છે. આ હિસાબે આ પ્લાનમાં કુલ 90GB ડેટા મળી જાય છે. આ પ્લાનમાં જિઓ નેટવર્ક માટે ફ્રી કૉલિંગ અને નૉન જિઓ નેટવર્ક માટે 1000 મિનીટ્સની ઓફર આપવામાં આવે છે. કંપની આ પ્લાનની સાથે જિઓ એપ્સના ફ્રી સબ્સક્રિપ્શન આપે છે.
એરેટલનો ડેટા પ્લાન
એરટેલના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે, આમાં દરરોજ 3GB સુધી ડેટા મળે છે, આ પ્લાનમાં દરરોજ 100 એસએમએસની સુવિધા પણ મળે છે. એટલુ જ નહીં આ પ્લાનમાં કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે. આ ઉપરાંત ગ્રાહકો માટે આ પ્લાન પર એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, જી5 અને વિન્ક મ્યૂઝિકનુ ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.