શાનદાર ફિચર્સ....
ફિચર્સની વાત કરીએ તો નવા AVITA Liber V14 અલ્ટ્રા પોર્ટેબલ લેપટૉપ છે, પરંતુ આમાં પાવરફૂલ ઇન્ટેલ કૉર i7, 10 th જનરેશન પ્રૉસેસર આપવામાં આવ્યુ છે.
આમં 1 મેગાપિક્સલનો વેબ કેમરો છે, આ ઉપરાંત આ 16GB RAM અને 1TB SSDથી લેસ છે. આ ઉપરાંત આમાં UHD ગ્રાફિક કાર્ડ લગાવેલુ છે, આ 14 ઇંચની ફૂલ HD IPS ડિસ્પ્લેવાળી છે. જે એન્ટી ગ્લેયર ટેકનોલૉજી વાળી છે. આ લેપટૉપમાં ઓપ્ટિમલ ટૉપ વેબ કેમેરો છે.
10 કલાકનો બેકઅપ આપે છે બેટરી
આ લેપટૉપમાં 4830mAhની બેટરી આપવામાં આવી છે, જે 10 કલાક સુધીનો બેટરી બેકઅપ આપે છે. આ લેપટૉપની સૌથી ખાસ વાત તેની ડિઝાઇન છે. આ લેપટૉપનુ વજન 1.25 કિલોગ્રામ છે. કનેક્ટિવિટી માટે નવા Avita Liber V14માં બે USB પોર્ટ, એક USB ટાઇપ-C પોર્ટ, એક HDMi પોર્ટ અને એક માઇક્રો એસડી કાર્ડ સ્લૉટની જગ્યા આપવામાં આવી છે. ખાસ વાત છે કે અવિતાનુ આ લેપટૉપ લેનોવો અને ડેલના લેપટૉપને જબરદસ્ત ટક્કર આપશે.