1000થી ઓછી કિંમતના આ છે બેસ્ટ ઈયરફોન, જાણો ઓફર્સ વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 17 Oct 2020 05:39 PM (IST)
ઘણીવાર ગ્રાહકો કન્ફ્યૂઝ થઈ જાય છે કે કયા ઈયરફોન ખરીદવા, જેમાં શાનદાર સાઉન્ડ ક્લોલિટી સાથે લેટેસ્ટ ફીચર મળે. એવામાં અમે તમને જણાવી રહ્યાં છે પાંચ બેસ્ટ ઈયરફોન વિશે.
નવી દિલ્હી: માર્કેટમાં હાલમાં લગભગ તમામ ટેક કંપનીઓના ઈયરફોન અવેલેબલ છે. એવામાં ઘણીવાર ગ્રાહકો કન્ફ્યૂઝ થઈ જાય છે કે કયા ઈયરફોન ખરીદવા, જેમાં શાનદાર સાઉન્ડ ક્લોલિટી સાથે લેટેસ્ટ ફીચર મળે. એવામાં અમે તમને જણાવી રહ્યાં છે પાંચ બેસ્ટ ઈયરફોન વિશે.જેના પર ફ્લિપકાર્ટ પર ફેસ્ટિવ સેલમાં ડિસ્કાઉન્ટ ઓફર આપવામાં આવી રહી છે. JBL Headset JBL C150SI Headset સૌથી વધુ વેચાતા ઈયરફોનમાંથી એક છે. આ ઈયરફોનમાં માઈક સાથે મલ્ટી ફંક્શન બટન આપવામાં આવ્યું છે. આ ઈયરફોન કેબલની ક્વોલિટી પણ શાનદાર છે. ફેસ્ટિવ સેલમાં ફ્લિપકાર્ટ પર આ ઈયરફોનની 499 રૂપિયા કિંમત છે. Mi Earphones શાઓમી પોતાના સ્માર્ટફોન જ નહીં પરંતુ ઈયરફોન માટે પણ ઓળખાય છે. Mi Dual Driver Wired Headsetની કિંમત ફ્લિપકાર્ટ પર 699 રૂપિયા છે. ઈયરફોન શાનદાર સાઉન્ડ પ્રોડ્યૂસ કરે છે. આ ઈયરફોનમાં ડ્યૂઅલ ડાયનામિક ડ્રાઈવર્સ છે. realme Buds 2 રિયલમીએ સ્માર્ટફોનની સાથે માર્કેટમાં પોતાના શાનદાર ઈયરફોન પણ લોન્ચ કરી દીધા છે. realme Buds2 ની કિંમત ફ્લિપકાર્ટ પર 599 રૂપિયા છે. પાવરફુલ બાસ, મલ્ટી ફંક્શન બટન અને ઈયરફોન કેબલની ક્વોલિટી પણ સારી આપવામાં આવી છે. Samsung Headset Samsung HS130 ઈયરફોનની કિંમત 549 રૂપિયા છે. આ ઈયરફોનની શાનદાર બિલ્ડ ક્વોલિટી અને સાઉન્ડ ક્વાલિટી છે. boAt Bassheads Headset શાનદાર સાઉન્ડ ક્લોવિલીટી વાળા boAt Bassheads 242 ની કિંમત 499 રૂપિયા છે. આ ઈયરફોનના બાસ, ડિઝાઈન અને બિલ્ડ ક્વોલિટી જોરદાર છે. સાથે તેને વોટરફ્રૂપ પણ છે. Sony Headphones Sonyના MDR-AS210 Open-Ear Active Sports ઈયરફોનની કિંમત 790 રૂપિયા છે. આ ઈયરફોન સ્પ્લેશ પ્રૂફ છે. આ ઈયરફોનની ખાસ વાત એ છે કે તેમાં એડજેસ્ટેબલ લૂપ હેંગર્સ આપવામાં આવ્યું છે. શાનદાર સાઉન્ડ ક્લોવિલીટી આપવામાં આવી છે.