એરટેલનો જિયોને જવાબ, અધુરી તૈયારીના કારણે થઇ રહ્યા છે કૉલડ્રૉપ
abpasmita.in | 27 Sep 2016 08:45 PM (IST)
નવી દિલ્લીઃ ભારતી એરટેલે કહ્યું કે રિલાયંસ જિયોને બે કરોડથી 2.5 કરોડ ગ્રાહક માટે ઉપલબ્ધ પૉઇન્ટ ઑફ ઇન્ટરકનેક્શન (POI) આપવામાં આવ્યા છે. અને કંપની અત્યાર સુધી પોતાની ક્ષમતા નથી દેખાડી શકી, કેમ કે તે હજૂ તેના માટે તૈયાર નથી. કંપનીએ જિયોને 26 સપ્ટેંબરે લખેલા એક લેટરમાં કહ્યું,"POIની વધારાને લઇને 13 સપ્ટેંબર થયેલી બેઠક બાદ અમે ઇંટરકનેક્ટેડ લિંક ટ્રેફિક આંકડાનો અભ્યાસ કર્યો હતો. સાથે જ તમારી અનુમાનિત ક્ષમતાનો પણ અભ્યાસ કર્યો હતો. અમે તમને કુલ 3,048 POI આપ્યા હતા. તેમાથી 2,484 જ ચાલી રહ્યા છે. તેનું કારણ જિયો તરફથી કરવામાં આવેલી તૈયારીનો અભાવ છે. જિયોનું કહેવું છે, બીજા ઓપરેટર દ્વારા આપવામાં આવેલ POI ઓછા છે. રિલાયંસ ઇન્ડસ્ટ્રીએ 18 ઓગસ્ટે બહાર પાડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કુલ 12,500 POIની જરૂર છે. પરંતુ ત્રણેય કંપની મળીને ફક્ત 1,400 POI આપી રહી છે. તેનું પરિણામ છે કે અમારા ગ્રાહકોના રોજના 12 કરોડ કૉલ ફેલ થઇ રહ્યા છે. જ્યારે તે એરટેલ, વોડફોન અને આઇડિયાના નેટવર્ક પર કૉલ કરે છે.