નવી દિલ્લીઃ સેમસંગે નવો બજેટ સ્માર્ટ ફોન ગેલેક્સી On8 ભારતમાં લૉંચ કરી દીધો છે. આ ફોનની કિમત 15,900 રૂપિયા રાખવામાં આવી છે. જે ઑનલાઇન રિટેલર પર 2 ઓક્ટોબરની રાતથી વેચાંણ માટે રાખવામાં આવશે. આ ફોન બ્લેક અને વ્હાઇટ કલરમાં બજારમાં ઉપલબ્ધ હશે.
ગેલેક્સી On8 સ્માર્ટફોનમાં 5.5 ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે. જે ફુલ HD અને અમોલેડ ડિસ્પ્લે સાથે આવશે. આ ફોનને મેટલ બૉડી લૂક આપવામાં આવ્યું છે. સેમસંગનું કહેવું છે ફોનમાં ડાયમંડ કટ મેટલ ફ્રેમ આપવામાં આવી છે. સેમસંગના બાકીના બજેટ સ્માર્ટ ફોનની જેમ On8માં પણ અલ્ટ્રા ડેટા સેવિંગ મોડ દેવામાં આવ્યું છે.
ગેલેક્સી On8 સ્માર્ટફોનમાં 1.6 GHz ઑક્ટાકોર પ્રોસેસર અને સાથે જ 3GBની રેમ આપવામાં આવી છે. 6.0 માર્શમેલો ઓએસ પર ચાલનાર આ સ્માર્ટફોનમાં 16 GBની ઇન્ટરનેટ મેમરી છે જેને 128 GB સુધી વધારી શકાય છે.
4G VoLTE સ્માર્ટફોન ગેલેક્સી On8 કેમરાના ફીચરની વાત કરવામાં આવે તો આમા 13 મેગાપિક્સલનો રિયલ કેમરો અને 5 મેગાપિક્સલ ફ્રેન્ટ કેમરો આપવામાં આવ્યો છે.
કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ ફોનમાં વાઇ-ફાઇ, બ્લૂટુથ પોર્ટ, ઑડિયો જેક જેવા સામાન્ય ફીચર આપવામાં આપવામાં આવ્યા છે.