નવી દિલ્હીઃ ફટાફટ ક્રિકેટ એટલે કે IPLનો રોમાંચ 19 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે, ટીવી ચેનલ ઉપરાંત ક્રિકેટ પ્રેમીઓ પોતાના સ્માર્ટફોન પર પણ આઇપીએલની મેચો જોઇ શકશે. પરંતુ આ માટે સૌથી મોટો પ્રૉબ્લમ ઇન્ટરનેટ ડેટાનો થઇ શકે છે.
જો તમે ઇન્ટરનેટ ડેટાના સમસ્યા વિના મેચો જોવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જિઓ, એરટેલ અને વૉડાફોને પોતાના કસ્ટમર્સ માટે બેસ્ટ પ્લાન લૉન્ચ કર્યા છે, જેના રિચાર્જથી તમે આઇપીએલને આરામથી એન્જૉય કરી શકો છો.
Reliance Jio
રિલાયન્સ જિઓ પોતાના યૂઝર્સ માટે કેટલાક પ્લાન લઇને આવ્યુ છે, જેમાં ડિઝ્ની+હૉટસ્ટાર વીઆઇપીના એક વર્ષ વળા સબ્સસ્ક્રિપ્શન મળે છે. આમાંતી એક પ્લાન ક્રિકેટ પેક પણ લૉન્ચ કરવામાં આવ્યો હતો, આ ક્રિકેટ પેકની કિંમત 499 રૂપિયા છે, આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 1.5 GB ડેટા આપવામાં આવી રહ્યો છે, આ ઉપરાંત આમાં જિઓ એપ્સનુ ફ્રી એક્સેસ પણ મળી રહ્યું છે, આ પ્લાન 56 દિવસની વેલિડિટી સુધીનો છે.
Airtel
જિઓ ઉપરાંત એરટેલે પણ આઇપીએલ માટે એક ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે. 599 રૂપિયા વાળા આ પ્લાન અંતર્ગત દરરોજ 2GB ડેટાની સાથે ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્ક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. એટલુ જ નહીં આમાં કોઇપણ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા પણ મળી રહી છે. સાથે સાથે તમે 100 એસએમએસ ફ્રી કરી શકો છો, જો તમે આ પ્લાન ખરીદો છો તે તમને એરટેલ એક્સસ્ટ્રીમ પ્રીમિયમની સાથે એરટેલ થેન્ક્સનો બેનિફિટ પણ મળશે.
Vodafone
વૉડાફોન પોતાના કોઇપણ પ્લાનમાં ડિઝ્ની+હૉટસ્ટારનુ ફ્રી સબ્સક્રિપ્શન નથી આપી રહ્યું, આ માટે તમારે અલગથી પ્લાન ખરીદવો પડશે. સબ્સક્રિપ્શન બાદ યૂઝર્સ મેચ લાઇવ સ્ટ્રીમ જોઇ શકે છે. જો તમે ઇચ્છો તો મેચ દરમિયાન તમારો ડેટા પુરો ના થાય તે તમે કંપનીનો 699 વાળો પ્લાન પણ લઇ શકો છો. આ અંતર્ગત યૂઝર્સને દરરોજ 2GB+2GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આમાં તમામ નેટવર્ક પર ફ્રી કૉલિંગ અને ફ્રી એસએમએસની સુવિધા મળી રહી છે. આ પ્લાનમાં તમારે 5જીનુ ફ્રી સબ્સક્રિપ્શન મળશે. આ પ્લાનની વેલિડિટી 84 દિવસ સુધીની છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
મોબાઇલ પર ડેટા પ્રૉબ્લમ વિના જોવા માંગતા હોય IPLની મેચો તો કરાવો આ રિચાર્જ, આવી છે ઓફર્સ.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2020 05:09 PM (IST)
જો તમે ઇન્ટરનેટ ડેટાના સમસ્યા વિના મેચો જોવા માંગતા હોય તો અહીં બેસ્ટ ઓપ્શન અવેલેબલ છે. જિઓ, એરટેલ અને વૉડાફોને પોતાના કસ્ટમર્સ માટે બેસ્ટ પ્લાન લૉન્ચ કર્યા છે, જેના રિચાર્જથી તમે આઇપીએલને આરામથી એન્જૉય કરી શકો છો
- - - - - - - - - Advertisement - - - - - - - - -