મુંબઇઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ દિવસે દિવસો પોતાના યૂઝર્સ માટે નવા નવા ફિચર રિલીઝ કરી રહ્યું છે. વૉટ્સએપને તેના યૂઝર્સ મોબાઇલની સાથે સાથે ડેસ્કટૉપ કે લેપટૉપમાં પણ વાપરી શકા છે. આ માટે વૉટ્સએપ વેબની જરૂર પડે છે. હવે રિપોર્ટ છે કે કંપની વૉટ્સએપ વેબ માટે ખાસ ફિચર રિલીઝ કરવા જઇ રહી છે.

વૉટ્સએપના અપડેટ પર નજર રાખનારી WABetaInfo નુ માનીએ તો વૉટ્સએપ એપના લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટા (2.20.200) વર્ઝન પર ફિંગરપ્રિન્ટ લૉગીન સિસ્ટમનુ ટેસ્ટિંગ કરાઇ રહ્યું છે. આ ફિચર ક્યૂઆર ઇન્ટરફેસની જેમ જ કામ કરશે.

હાલની વાત કરીએ તો અત્યાર ક્યૂઆર સ્કેન કરીને ડેસ્કટૉર પર વૉટ્સએપનો યૂઝ કરી શકીએ છીએ. વળી, હવે ફિંગરપ્રિન્ટ સ્કેનિંગ મારફતે તમારી પાસે ઓથેન્ટિકેશન માંગવામાં આવશે. આ પ્રૉસેસ પહેલાની સરખામણીમાં વધુ ઇઝી હશે. જોકે, હજુ પણ યૂઝર્સને સ્માર્ટફોનની જરૂર પડશે.

રિપોર્ટ પ્રમાણે, નવા ફિચર આવ્યા બાદ યૂઝર્સને ક્યૂઆર કૉડ સ્કેન કરવાની જરૂર નહીં પડે. યૂઝર્સને પોતાના સ્માર્ટફોનમાં ફિંગરપ્રિન્ટથી લૉગીન કરવુ પડશે. ત્યારબાદ યૂઝર્સ વૉટ્સએપ વેબ યૂઝ કરી શકશે. વળી એપ મલ્ટીડિવાઇસ ફિચરનુ પણ કામ કરી રહી છે. આ પછી યૂઝર એક જ વૉટ્સએપ એકાઉન્ટને એકથી વધુ ડિવાઇસ પર યૂઝ કરી શકશે.



કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ