નવી દિલ્હીઃ ટેલિકૉમ કંપનીઓ વચ્ચે હાલ એક પ્રકારનુ ડેટા વૉર ચાલી રહ્યુ છે. માર્કેટમાં જિઓના 399 રૂપિયાના મંથલી પૉસ્ટપેડ ફોન પ્લાનને ટક્કર આપવા માટે હવે એરટેલ મેદાનમાં આવ્યુ છે. એરટેલે પણ પોતાનો પૉસ્ટપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, અને તેની કિંમત પણ 399 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, એરટેલનો આ પ્લાન પહેલાથી જ કેટલાક શહેરોમાં મળી રહ્યો છે, હવે કંપનીએ આને આખા દેશમાં લાગુ કરી દીધો છે.


એરટેલનો 399 રૂપિયાનો પ્લાન...
એરટેલના 399 રૂપિયા વાળા મંથલી પૉસ્ટપેડ પ્લાનમાં કસ્ટમર્સને 40જીબી ડેટા મળી રહ્યો છે. આ પ્લાનમાં દર મહિને અનલિમીટેડ કૉલિંગ અને દરરોજ 100 એસએમએસ મળી રહ્યાં છે. સાથે એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ એપનુ સબસ્ક્રીપ્શન મળી રહ્યું છે. એક વર્ષ માટે વિન્ક મ્યૂઝિકનુ સબસ્ક્રિપ્શન અને શૉ એકેડમીનુ સબસ્ક્રીપ્શન મળી રહ્યું છે. આ પ્લાનમાં 200જીબી રોલઓવર છે. એટલે જો કોઇ મહિનાનો તમારો ડેટા ખર્ચ નથી થયો તો તે આગામી મહિનામાં એડ થઇ જશે. જોકે, આમાં બાકીના ઓટીટી પ્લેટફોર્મ જેવા કે નેટફ્લિક્સ, એમેઝૉન પ્રાઇમ અને ડિઝ્ની હૉટસ્ટારનુ સબસ્ક્રીપ્શન નથી મળી રહ્યું. એરટેલના આ પ્લાનમાં કસ્ટમર્સને ફ્રી હેલો ટ્યૂન્સ અને ફાસ્ટટેગ ટ્રાન્જેક્શન પર કેશબેક પણ મળશે.

જિઓનો 399 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન...
જિઓના 399 રૂપિયાના મંથલી પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને એસએમએસની સુવિધા છે. આ પ્લાનમાં 75GB ડેટા છે, અને 200GB સુધી ડેટા રૉલઓવરનો પણ પ્લાન છે, એટલે કે જો કોઇ મહિને તમારો ડેટા ખર્ચ ના થયો હોય તો તે આગળના મહિનામાં એડ થઇ જશે. જિઓના 399 રૂપિયાના મંથલી પ્લાનમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, નેટફ્લિક્સ, પ્રાઇમ વીડિયો સબસ્ક્રિપ્શન છે, અને સાથે જિઓ એપ્સનુ સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ ઉપરાંત પ્લાનમાં વાઇ-ફાઇ કૉલિંગ અને 50 પૈસા પ્રતિ મિનીટના રેટથી ઇન્ટરનેશનલ કૉલિંગની સુવિધા પણ છે. આ પ્લાનની સાથે 250 રૂપિયા પ્રતિ કનેક્શનના હિસાબે ફેમિલી પ્લાન પણ ઓફર કરવામાં આવી રહ્યો છે, જેમાં ફેમિલીના બીજા મેમ્બર કનેક્શન લઇ શકે છે, અને એડિશનલ ફેમિલી મેમ્બરની કિંમત 399ની જગ્યા 250 રૂપિયા હશે.