નવી દિલ્હીઃ સરકારી ટેલિકૉમ કંપની બીએસએનએલના ગ્રાહકો માટે સારા સમાચાર છે. કંપનીએ ગ્રાહકો માટે એક નવો પ્રીપેડ પ્લાન લૉન્ચ કર્યો છે, આ પ્લાનની કિંમત 797 રૂપિયા છે. ખાસ વાત છે કે આ પ્લાન તમને 1 વર્ષથી પણ વધુ દિવસની વેલિડિટી આપે છે. જાણો શું છે આ પ્લાનની ખાસિયત....
આ પ્લાનમાં તમને 395 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. જોકે આની સાથે મળનારા બેનિફિટ્સ માત્ર શરૂઆતી 60 દિવસ માટે જ લાગુ થશે. આમાં તમને દરરોજ 2GB ડેટાની સાથે અનલિમિટેડ વૉઇસ કૉલની સુવિધા આપવામાં આવે છે. આમાં દરરોજ 100 SMS પણ આપવામાં આવશે.
Jio નો 799 રૂપિયાનો પ્લાન -
જો તમે જિઓ સાથે તુલના કરશો તો કંપની ₹799 માં 56 દિવસની વેલિડિટી આપી રહી છે. જિઓ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સાથે દરરોજ 100 SMS પણ આપવામાં આવશે. આ ઉપરાંત તમને ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર અને જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન મફત આપવામાં આવે છે.
Vodafone-idea નો 839 રૂપિયા વાળો પ્લાન -
વૉડાફોન આઇડિયાની પાસે આ કિંમતની રેન્જમાં 839 રૂપિયાનો પ્લાન અવેલેબલ છે. આમાં 84 દિવસ માટે દરરોજ 2GB ડેટા અને અનલિમીટેડ કૉલિંગની સુવિધા સાથે દરરોજ 100 SMS પણ આપવામાં આવશે. વૉડાફોન-આઇડિયા પ્લાન તમને વીકેન્ડ રૉલઓવર, વિન્ઝ ઓલ નાઇટ અને Vi Movies & TV નુ સબ્સક્રિપ્શન પણ આપે છે.
આ પણ વાંચો........
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડનની જીભ લપસી, કમલા હેરીસને પોતાની પત્ની કહ્યાં, પછી શું થયું જુઓ વીડિયો
સાયકલ ચલાવતાં આ છોકરાએ સેકન્ડોમાં સોલ્વ કરી રુબિક ક્યુબ પઝલ, ગિનીસ બુકમાં નામ નોંધાયું, જુઓ વીડિયો
ભારતીય સેનામાં ભરતી બહાર પડી, 10મું પાસ પણ કરી શકે છે અરજી, પગાર 55 હજારથી વધુ
CISCE Board ISC Term 2 Exam 2022: ICAC ટર્મ 2 ની પરીક્ષાનું સમયપત્રક બદલાયું, જાણો નવા સમયપત્રક વિશે
આ ભારતીય કંપની મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, કુલ કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યાના 50% કરશે