નવી દિલ્હીઃ ભારતીય માર્કેટમાં કેટલીય કંપનીઓએ સસ્તી કિંમતમાં પોતાના બેસ્ટ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારી દીધા છે, જે તમે એક બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય અને તે પણ બજેટ પ્રાઇસમાં તો અહીં પાંચ બેસ્ટ ફોન છે. જે તમારા માટે ફાયદાકારક રહી શકે છે. અહીં અમે તમને 20 હજાર રૂપિયાની રેન્જમાં શાનદાર ફિચર્સ અને હેવી બેટરી વાળા ફોન બતાવી રહ્યાં છીએ.
આ પાંચ ફોન છે સસ્તાં અને શાનદાર....
Nokia 7.2
નોકિયાનો આ સ્માર્ટફોન સૉલિડ બિલ્ડ ક્વૉલિટી માટે જાણીતો છે. જો તમારુ બજેટ 20 હજાર રૂપિયાની આસપાસિ છે તો આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. Nokia 7.2 ફોનના બે વેરિએન્ટ છે, 4GB+64GB અને 6GB+64GB. ફોનની કિંમત 16,399 અને 18,099 રૂપિયા સુધીની છે. આ ફોમના તમામ ફિચર્સ શાનદાર છે. ખાસ વાત આની બેટરીની, આમાં 3500 mahની બેટરી છે.
Samsung Galaxy M21
Samsungનો Galaxy M21 આ સેગમેન્ટનો બેસ્ટ ફોન છે. આની કિંમત 12,699થી શરૂ થાય છે. જોકે, આમાં 4GB રેમ અને 64GB સ્ટૉરેજની કિંમત છે. આ ફોનનો કેમેરા સેટઅપ એકદમ બેસ્ટ છે.
Samsung Galaxy M31s
20 હજારના બજેટમાં Samsung Galaxy M31s આ પણ એક બેસ્ટ ઓપ્શન છે. આમાં 6.5 ઇંચની ફૂલ એચડી પ્લસ ઇનફિનિટી ડિસ્પ્લે છે. આ ફોનની કિંમત 19,499 રૂપિયા છે.
OPPO A9 2020
OPPOનો આ સ્માર્ટફોન બેસ્ટ ક્વૉલિટી વાળો છે. આ ફોનની કિંમત 15,913 રૂપિયાથી શરૂ થાય છે. આમાં બેસ્ટ કેમેરા અને 5000 mAhની બેટરી આપવામાં આવી છે.
Poco M2 Pro
20 હજારના બજેટમાં Poco M2 Pro એક સારો સ્માર્ટફોન છે. આમાં ત્રણ વેરિએન્ટ મળે છે, જેની કિંમત 13,999 રૂપિયાથી લઇને 16,999 રૂપિયા સુધીની છે.
20 હજારથી ઓછી કિંમતમાં સ્માર્ટફોન ખરીદવો હોય તો આ પાંચ ફોન છે બેસ્ટ, જાણો શું છે ખાસિયતો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2020 11:49 AM (IST)
તમે એક બેસ્ટ સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય અને તે પણ બજેટ પ્રાઇસમાં તો અહીં પાંચ બેસ્ટ ફોન છે. જે તમારા માટે ફાયદાકારક રહી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -