નવી દિલ્હીઃ આઇપીએલની સપ્ટેમ્બરથી શરૂઆત થવાની છે. તેને ધ્યાનમાં રાખીને ટેલિકૉમ કંપની રિલાયન્સ જિઓએ એક ખાસ પ્લાન લૉન્ચ કર્યો છે. આઇપીએલ 2020ની ક્રિકેટ મેચો યૂઝર્સ આસાનીથી જોઇ શકે તે માટે જિઓએ cricket pack રિચાર્જ પ્લાન લૉન્ચ કર્યો છે, ખાસ વાત છે કે આમાં યૂઝર્સને એક વર્ષનું Disney+ Hotstarનુ સબસ્ક્રીપ્શન ફ્રી મળશે.


Jioનો 401 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી એક મહિનાની છે. આમાં 3GB ડેટા મળશે. એેટલે કે કુલ ડેટા 90GB હશે. આ ઉપરાંત આ પ્લાનમાં અનલિમીટેડ Voice calling મળશે. આ પ્લાનની સાથે Disney+Hotstarનુ સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે. એટલે જે લોકો એક દિવસમાં સૌથી વધુ ડેટા યૂઝ કરે છે તેના માટે આ પ્લાન ફાયદાકારક રહેશે.



Jioનો 499 રૂપિયાનો પ્લાન
આ પ્લાનની વેલિડિટી 56 દિવસની છે. આમાં દરરોજ 1.5 GB ડેટા મળશે. એટલે કે આ પ્લાનમાં કુલ 74 GB ડેટા મળશે. પરંતુ આ પ્લાનમાં યૂઝર્સને વૉઇસ કૉલિંગની સુવિધા નહીં મળે.

Jioનો 777 રૂપિયાનો પ્લાન
જિઓના આ પ્લાનની કિંમત 777 રૂપિયા છે, આની વેલિડિટી 84 દિવસની છે. આમાં દરરોજ 1.5GB ડેટા મળશે. જે કુલ 131GB ડેટા હશે. આ પ્લાન અનલિમીટેડ વૉઇસ કૉલિંગની સુવિધા સાથેનો છે. એટલુ જ નહીં આ પ્લાનની સાથે Disney plus Hotstar VIP સબક્રિપ્શન આખા એક વર્ષનુ ફ્રી મળશે.

Jioનો 2,599 રૂપિયા વાળા પ્લાન
જિઓના આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા મળશે, એટલે કે આમાં કુલ ડેટા 740GB મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની છે, આ પ્લાનમાં અનલિમીટેડ voice Callingની સુવિધા મળી રહી છે.