દિવાળી ઓફરઃ iPhone 11ની ખરીદી પર કંપની આપશે 20 હજાર રૂપિયાની આ મોંઘી પ્રૉડક્ટ્સ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Oct 2020 10:58 AM (IST)
એપલ આ નવી ઓફર અંતર્ગત આઇફોન 11ની ખરીદી પર એપપૉડ્સને દિવાળી ગિફ્ટ તરીકે ફ્રીમાં આપશે. આ ઓફની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે. એપલે આ ઓફરની જાહેરાત પોતાના ઓનલાઇન સ્ટૉરના હૉમપેજ પરથી કરી છે
ફાઇલ તસવીર
નવી દિલ્હીઃ એપલે ભારતમાં આઇફોન લવર્સ માટે એક ખાસ ઓફરની જાહેરાત કરી છે. એપલ આ નવી ઓફર અંતર્ગત આઇફોન 11ની ખરીદી પર એપપૉડ્સને દિવાળી ગિફ્ટ તરીકે ફ્રીમાં આપશે. આ ઓફની શરૂઆત 17 ઓક્ટોબરથી થશે. એપલે આ ઓફરની જાહેરાત પોતાના ઓનલાઇન સ્ટૉરના હૉમપેજ પરથી કરી છે. ઉલ્લેખનીય છે કે આઇફોન 11ના 64GB વાળા બેઝ વેરિએન્ટની કિંમત 68,300 રૂપિયા છે. વળી 128GB વેરિએન્ટની કિંમત 73,600 રૂપિયા છે, જ્યારે 256GB વેરિએન્ટની કિંમત 84,100 રૂપિયા છે. ગ્રાહકને આઇફોન 11ની ખરીદી પર મોંઘા એરપૉડ્સ ફ્રી મળશે. જો એરપૉડ્સની કિંમતની વાત કરીએ તો એપલ ઇન્ડિયા ઓનલાઇન સ્ટૉરમાં ચાર્જિંગ કેસની સાથે આની કિંમત 14900 રૂપિયાની છે. વાયરલેસ ચાર્જિંગ કેસની સાથે એરપૉડ્સની કિંમત 18900, જ્યારે એરપૉડ્સ પ્રૉ 24900 રૂપિયાની કિંમતમાં આવે છે. એપલે પોતાના સ્પેશ્યલ ફેસ્ટિવ સિઝન ઓફર માટે અમેઝોન અને ફ્લિપકાર્ટ સાથે હાથ મિલાવ્યો છે. અમેઝોનનો ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ પણ 17 ઓક્ટોબરથી શરૂ થઇ રહ્યો છે. અમેઝોન ના ઇ-ટેઇલર રિલીઝ કર્યા બાદ એવી આશા છે કે આઇફોન 11નુ વેચાણ 49999 રૂપિયામાં થશે. એપલે એક ડિસ્ક્લેમર પણ આપવામાં આવ્યુ છે કે આ ઓફર ઉપલબ્ધતા પર નિર્ભર રહેશે.