Airtel Recharge Plans: જો તમે એરટેલ યૂઝર છો, તો તમારા માટે આ કામના સમાચાર છે. અહીં અમે તમને એરટેલના કેટલાક ખાસ રિચાર્જ પ્લાન વિશે બતાવવાના છીએ, એરટેલના રિચાર્જ પ્લાનમાં તમને 356 દિવસ એટલે કે આખા 1 વર્ષની વેલિડીટી મળી રહી છે. મોટાભાગના રિચાર્જ 28 દિવસ, 56 દિવસ કે 84 દિવસના હોય છે. અહીં એરટેલ યૂઝર માટે એવા શાનદાર પ્લાન વિશે બતાવવામાં આવી રહ્યુ છે, જે તમને આખા 365 દિવસની વેલિડિટી આપશે એટલુ જ નહીં તમે ઓટીટીનો પણ આનંદ લઇ શકશો. જાણો આના વિશે......
એરટેલનો 2999 રૂપિયાનો પ્લાન -
એરટેલે 2999 રૂપિયાના આ રિચાર્જ પ્લાનમાં આખા 365 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનને મોબાઇલમાં રિચાર્જ કરાવ્યા બાદ તમે ફ્રીમાં હેલોટ્યૂનની સાથે વિન્ક મ્યૂઝિકનો લાભ ઉઠાવી શકો છો. આ ઉપરાંત ઇન્ટરનેટના ઉપયોગ માટે દરરોજ 2GB ડેટા મળે છે, એરટેલના આ રિચાર્જ પ્લાનમાં મેસેજિંગ માટે દરરોજ 100 SMSની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
એરટેલનો 3359 રૂપિયા વાળો પ્લાન -
એરટેલના આ રિચાર્જ પ્લાનમાં તમને પુરેપુરા 365 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગની સુવિધા પણ છે. આ પ્લાનમાં ઇન્ટરનેટ ઉપયોગ માટે દરરોજ 2.5GB ડેટા મળે છે. આ ઉપરાંત પ્લાનમાં મેસેજિંગ માટે દરરોજ 100 SMS ની સુવિધા પણ આપવામાં આવી છે. આ રિચાર્જ પ્લાનમાં બીજી કેટલીય સુવિધાઓ પણ મળે છે. આમાં વિન્ક મ્યૂઝિક એપનુ સબ્સક્રિપ્શન મળે છે. આ ઉપરાંત આમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટારનુ 1 વર્ષનુ મોબાઇલ સબ્સક્રિપ્શન પણ મળે છે.
આ પણ વાંચો...........
અમેરિકાને એક શબ્દમાં વર્ણવા જતાં ફસાયા જો બાઈડન, શું બોલ્યા કોઈને ખબર ના પડી, જુઓ વીડિયો
Corona Update: કોરોનાના કેસમાં ભારે વધારો, છેલ્લા 24 કલાકમાં 17 હજારથી વધુ નવા કેસ નોંધાયા