Airtelનો 399 રૂપિયા વાળો પ્લાન-
જો તમે એરટેલ યૂઝર્સ છો તો તમારા માટે 399 રૂપિયાનો આ મન્થલી પૉસ્ટપેડ પ્લાન ખુબ સારો છે, અને ફાયદાકારક પણ છે. આ પ્લાનમાં યૂઝર્સને 40જીબી ડેટા મળી રહ્યો છે, પ્લાનમાં દરમહિને અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસની સુવિધા મળે છે. આની સાથે એરટેલ એક્ટ્રીસ પ્રીમિયમ એપનુ સબસ્ક્રીપ્શન મળશે. આ ઉપરાંત એક વર્ષ માટે વિન્ક મ્યૂઝિકનુ સબ્સક્રિપ્શન અને શૉ એકેડમીનુ સબ્સક્રિપ્શન પણ આ પ્લાનમાં મળી રહ્યું છે. તમને આમાં 200જીબીનો રૉલઓવર ડેટા મળે છે, એટલે કે જો મન્થલી ડેટા ખર્ચ નથી થયો તો આગાળના મહિનામાં જોડી દેવામાં આવશે. આ પ્લાનમાં બીજા ઓટીટી પ્લેટફોર્મનુ સબ્સક્રિપ્સન નથી આપવામાં આવતુ. આ પ્લાનમાં યૂઝર્સને ફ્રી હેલો ટ્યૂન્સ અને ફાસ્ટ ટેગ ટ્રાન્ઝેક્શન પર કેશબેક પણ આપવામાં આવી રહ્યું છે.
Jioનો 399 રૂપિયાનો પૉસ્ટપેડ પ્લાન-
જિઓના 399 રૂપિયા વાળા પ્લાનમાં અનલિમીટેડ કૉલિંગ અને અનલિમીટેડ SMS અને 75GB ડેટા આપવામાં આવે છે. આની સાથે જ આ પ્લાનમાં 200GB સુધી ડેટા રૉલઓવર કરવાનો પણ ઓપ્શન છે. જો તમારો ડેટા કોઇ મહિને ખર્ચ નથી થતો તો તેને આગામી મહિનામાં એડ કરી દેવામાં આવશે. આ પ્લાનમાં ડિઝ્ની પ્લસ હૉટસ્ટાર, પ્રાઇમ વીડિયો અને નેટફ્લિક્સ જેવા ઓટીટી પ્લેટફોર્મનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત જિઓ એપ્સનુ પણ સબ્સક્રિપ્શન મળશે. પ્લાનમાં વાઇ-ફાઇ કૉલિંગ અને 50 પૈસા પ્રતિ મિનીટના રેટથી ઇન્ટરનેશનલ કૉલિંગની પણ સુવિધા છે. વળી પ્લાન અંતર્ગત 250 રૂપિયા પ્રતિ કનેક્શનના હિસાબે તમે ફેમિલી પ્લાન ઓફર પણ લઇ શકો છો.
Vodafone Ideaનો 399 રૂપિયા વાળો પ્લાન-
જો તમે વૉડાફોન યૂઝર છો તો કંપનીના પૉસ્ટપેડ ડિજીટલ એક્સક્લુસિવ પ્લાનનો તમે ઉપયોગ કરી શકો છો. આ પૉસ્ટપેડ પ્લાનમાં યૂઝર્સ દર મહિને 40 જીબી ડેટા, 100 SMS અને 6 મહિના માટે 150GBનો વધારાનો ડેટા મળશે. તમે આ પ્લાનમાં 200જીબી સુધી ડેટા રૉલઓવરનો પણ ફાયદો લઇ શકો છો. આ ઉપરાંત આ પ્લાનમાં તમને Vi મૂવીઝ અને TVનુ સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે.