એરટેલ, જિઓ અને વોડાફોન પોતાના યૂઝર્સને સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાન આપી રહ્યા છે, જેની સાથે સાથે યૂઝર્સને બીજા ફાયદા પણ મળી શકે છે
નવી દિલ્હીઃ કોરોના સંકટની વચ્ચે હવે લોકો ઘરે બેઠા બેઠા કામ કરતા થઇ ગયા છે. જેના કારણે લોકોને ઇન્ટરનેટનો વપરાશ પણ વધ્યો છે. જો તમે સસ્તાં અને સારા પ્લાન શોધી રહ્યાં હોય તો અહીં અમે તેમને બેસ્ટ પ્લાન બતાવી રહ્યા છે, જે એરટેલ, જિઓ અને વોડાફોન આપી રહ્યાં છે, અને કિંમત પણ 500 રૂપિયાથી ઓછી છે. Jioનો 444 રૂપિયા વાળો પ્લાન Jioના આ 444 રૂપિયા વાળા પ્લાન અંતર્ગત યૂઝર્સને 2GB ડેટા મળશે, આ પ્લાન 56 દિવસ સુધી વેલિડ રહેશે, આ પ્લાન દ્વારા યૂઝર્સને કુલ 112GB ડેટા મળશે. યૂઝર્સને અન્ય નેટવર્ક પર કૉલિંગની પણ ફ્રી સુવિધા મળે છે. 100 ફ્રી મેસેજની સાથે સાથે આ પ્લાનમાં જિઓ એપ્સનું સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. Vodafoneનો 449 રૂપિયા વાળો પ્લાન વોડાફોન પણ પોતાના કસ્ટમર્સને શાનદાર ઓફર આપી રહ્યું છે. કંપની 449 રૂપિયામાં દરરોજ 4GB ડેટા આપી રહી છે, આમાં 56 દિવસ માટે તમામ નેટવર્ક પર અનલિમિટેડ કૉલિંગની સાથે 100 એસએમએસ ફ્રી છે. વળી વૉડાફોન પ્લે અને Zee5 એપ્સનુ પણ ફ્રી સબ્સક્રિપ્શન આપવામા આવી રહ્યું છે. Airtelનો 449 રૂપિયાનો પ્લાન એરટેલ પણ બેસ્ટ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાનમાં 56 દિવસ સુધી દરરોજ 2GB ડેટા આપી રહી છે. આની સાથે તમામ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળી રહી છે. વળી, દરરોજ 100 એસએમએસ પણ મળશે. એરટેલ, જિઓ અને વોડાફોન પોતાના યૂઝર્સને સૌથી સસ્તા ઇન્ટરનેટ પ્લાન આપી રહ્યા છે, જેની સાથે સાથે યૂઝર્સને બીજા ફાયદા પણ મળી શકે છે