નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન કંપની Oppo એ પોતાનો નવો સ્માર્ટફોન ‘Oppo A72 5G’ને લોન્ચ કરી દિધો છે. આ એક 5G રેડી સ્માર્ટફોન છે. જે દમદાર પ્રોસેસર અને પંચ-હોલ ડિસ્પ્લે સાથે આવે છે. ફોટોગ્રાફી માટે તેમાં ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. આવો જાણીએ આ ફોન વિશે.


Oppoએ 72 5 જી સિંગલ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે અને તેની કિંમત 1,899 ચીની યુઆન (લગભગ 20,200 રૂપિયા) રાખવામાં આવી છે. ગ્રાહકો માટે આ ફોન નિયોન, ઓક્સિજન વાયોલેટ અને સિમ્પલ બ્લેક કલર વિકલ્પોમાં ઉપલબ્ધ રહેશે. ભારતમાં આ ફોન ક્યારે લોન્ચ થશે તેના વિશે કોઈ જાણકારી નથી મળી.

Oppo A72 5Gના સ્પેસીફીકેશન્સ

આ સ્માર્ટફોન કલરઓએસ 7.2 પર ચાલે છે અને તેમાં 6.5 ઇંચની ફુલ-એચડી + (1,080×2,400 પિક્સેલ્સ) ડિસ્પ્લે છે, જેમાં 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ છે. તેમાં 8 GB રેમ સાથે ડાઇમેન્સિટી 720 પ્રોસેસર છે. તે 5 જીને સપોર્ટ કરે છે.

ફોટોગ્રાફી માટે આ ફોનમાં રિયરમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં 16 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈટ એંગલ લેન્સ અને 2 મેગાપિક્સલનો લેન્સ જોવા માટે મળે છે. સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે.

નવા Oppo A72 5G જો ભારતમાં લોન્ચ થશે તો તેનો મુકાબલો Realme X2 સાથે થશે. જેની કિંમત 16,999 રૂપિયાથી શરૂ થાય છે.