Instagram Secret Feature: સોશ્યલ મીડિયા પ્લેટફોર્મમાં ઇન્સ્ટાગ્રામ આજે સૌથી પૉપ્યુલર એપમાંની એક છે. આ તસવીર અને વીડિયો શેરિંગ એપના યૂઝર્સ સતત વધી રહ્યાં છે. આના પર આવનારી તસવીરો તો યૂઝર્સ સેવ કરી લે છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ રીલ્સના મામલામાં આવુ નથી થતુ. જો તમને કોઇ રીલ્સ પસંદ આવે છે, તો તમે ઇચ્છો તો પણ તેને ડાઉનલૉડ નથી કરી શકતા. આજે અમે તમને અહીં બતાવી રહ્યાં છીએ એવી ટ્રિક જેનાથી તમે ઇન્સ્ટાગ્રામ રીલ્સ વીડિયોને પણ ડાઉનલૉડ કરી શકો છો. 


સૌથી પહેલા જાણો રીલ્સ શું છે -
ખરેખરમાં, ઇન્સ્ટાગ્રામ ગયા વર્ષથી આ ફિચર પર ખુબ જોર આપી રહ્યું છે, આ ટિકટૉકના જેવુ છે, અહીં યૂઝર્સ શોર્ટ વીડિયો બનાવીને અપલૉડ કરે છે, રીલ્સ પર યૂઝર્સ 60 સેકન્ડ સુધીનો વીડિયો બનાવીને અપલૉડ કરી શકે છે. વીડિયો બનાવવા માટે તમારે મ્યૂઝિક, ગ્રાફિક્સ અને અન્ય ઓપ્શન મળે છે, શોર્ટ વીડિયોનુ ભારતમા મોટુ માર્કેટ છે. આ જ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ પણ આના પર ફોકસ કરી રહ્યું છે.  


આ રીતે કરો ડાઉનલૉડ 
ઉપર તમે સમજ્યા કે રીલ્સ શું છે, હવે જો કોઇ રીલ્સ તમને પસંદ આવી ગઇ છે, તો તમે તમારા ફોનમાં સાચવીને રાખવા માંગો છો, તો અહીં ડાઉનલૉડ સીધે સીધુ નથી થતુ, પરંતુ આ ટ્રિકથી તે સંભવ છે. 


સૌથી પહેલા તો તમારે પ્લે સ્ટૉર પરથી રીલ્સ ડાઉનલૉડર એપને ડાઉનલૉડ કરવી પડશે. 
આ પછી હવે તમારા ફોનમાં ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરો.
હવે તમારે રીલ્સ સેક્શનમાં જવાનુ છે, અહીં હવે તમારી પંસદના વીડિયો પર જાઓ, જેને ડાઉનલૉડ કરવા ઇચ્છો છે.
વીડિયો પર આવ્યા બાદ તે વીડિયોની લિન્કનો કૉપી કરો, જેને ડાઉનલૉડ કરવાની છે.
હવ તમારે રીલ્સ ડાઉનલૉડર એપ પર જવુ પડશે.
આ એપ પર જઇને તે લિન્કને પેસ્ટ કરી દો, જે કૉપી કરી હતી.
હવે તમારે ડાઉનલૉડ બટન પ્રેસ કરવાનુ છે, ડાઉનલૉડ પર ક્લિક કરતાં જ રીલ્સ ડાઉનલૉડ થઇ જશે.  


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક