નવી દિલ્હીઃ ક્રિડેટ અને ડેબિટ કાર્ડનો નંબર અને કાર્ડ વેરિફિકેશન વેલ્યૂ (સીવીવી) અને વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) પૂછીને છેતરપિંડી કરનારાઓના નિશાને હવે ગૂગલ પે અને પેટીએમ એપ પણ આવી ગયા છે. યૂપીના જુદા જુદા જિલ્લામાં સાઈબર સેલમાં વિતેલા પાંચ મહિનામાં આવી 12 પ્રકારની ફરિયાદ મળી છે. આ ફરિયાદ અનુસાર ફ્રોડ કરનારાઓ લાખો રૂપિયા સાફ કરી ગયા છે.

Paytm, Bhim અને Google Pay નથી સુરક્ષિત, જાણો કેવી રીતે થાય છે છેતરપિંડી


સાઈબર ક્રાઈમના અધિકારીઓના જણાવ્યાનુસાર છેતરપિંડી કરનાર વ્યક્તિ સૌથી પહેલા યૂઝરના મોબાઈલમાં તેની એપ ડાઉનલોડ કરાવે છે. આ એપના માધ્યમથી તેના અકાઉન્ટને ફોન સાથે લિંક કરી દે છે અને સ્ટેપ બાય સ્ટેપ પેમેંટની પ્રોસેસ કરી લે છે. આ કામ એટલું ચાલાકીથી થાય છે કે UPI આઈડીને પેકેજ કૂપન તરીકે દર્શાવી ઠગ લોકો યૂઝર્સના ફોનમાં સેવ કરાવે છે અને ત્યારબાદ પૈસા ટ્રાન્સફર કરવાનું કહે છે. યૂઝર તેના પર વિશ્વાસ કરી પૈસા ટ્રાંસફર કરી પણ દેતા હોય છે.

અધિકારીઓના જણાવ્યાનુસાર નાના નાના ગામમાં લોકો આ પ્રકારની ઘટનાઓના શિકાર વધારે થઈ રહ્યા છે. આવા કિસ્સામાં બેન્ક પણ ગ્રાહકોની મદદ કરી શકતી નથી. હાલ તો યુપી પોલીસએ તપાસના આધારે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ રીતે છેતરપિંડી કરી એક ગ્રુપએ લખનઉની એક મહિલા પ્રોફેસરના 1 કરોડ રૂપિયા ખાતામાંથી ગાયબ કરી દીધા હતા.