32MP અંડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા સાથે Vivo Z1 Pro સ્માર્ટફોન જુલાઈમાં થશે લોન્ચ, જાણો તેના ફિચર્સ
abpasmita.in | 21 Jun 2019 08:40 PM (IST)
Vivo Z1 Pro સ્માર્ટફોનમાં ફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને રિયરમાં એલઈડી ફ્લેશ સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: સ્માર્ટફોન નિર્માતા કંપની વીવો Vivo Z1 Pro જુલાઈમાં લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ પોતાની વેબસાઈટ પર ફોન લોન્ચિંગ માટે જાહેર કરલા ટીઝરમાં આ જાણકારી આપી છે. આ ફોનમાં પંચહોલ ડિસ્પ્લે આપવામાં આવી છે. Z1 Pro સ્માર્ટફોનમાં ઓક્ટા કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 712 SoC પ્રોસેસર હશે. ફોનમાં 32 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા અને રિયરમાં એલઈડી ફ્લેશ સાથે ત્રિપલ કેમેરા આપવામાં આવ્યા છે. ફોનની ખાસ વાત એ છે કે તેમાં 5000 એમએએચની બેટરી આપવામાં આવી છે. અને ચાર્જિંગ માટે 18Wની ચાર્જિંગ સપોર્ટ સિસ્ટમ મળશે. જો કે આ ફોનની કિંમત અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ ફિચર્સ પ્રમાણે મિડ રેન્જ સ્માર્ટફોન હશે. આ ફોન ત્રણ જુલાઈએ લોન્ચ કરવામાં આવશે.