નવી દિલ્હીઃ સ્માર્ટફોન્સ અને ગેજેટ્સના શોખીન લોકો માટે બે દિવસ ખાસ છે, અમેઝોન પ્રાઇમ ડે સેલ રાત્રે 12 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યો છે. આ સેલ 7મી ઓગસ્ટ રાત્રે 12 વાગ્યા સુધી ચાલેશે. તમે જો સ્માર્ટફોન ખરીદવા ઇચ્છતા હોય તો આ સેલમાં તમને મોંઘા સ્માર્ટફોન સસ્તી ડીલમાં અવેલેબલ થઇ શક છે. અહીં સ્માર્ટફોન પર બિગ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે.

OnePlus Nord
આ સ્માર્ટફોન પર બિગ ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. આ ફોનમાં 12GB રેમ અને 256GB સુધી સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે.



Samsung Galaxy S10
આ સ્માર્ટફોનને તમે સેલમાં ઓછી કિંમતે ખરીદી શકો છો, આ ફોનને સેલમાં 9 મહિનાની નૉ કૉસ્ટ ઇએમઆઇ પર ખરીદી શકાય છે.



iPhone 11 પર 10,000 રૂપિયાની છૂટ
iPhone 11ની કિંમત હાલ અમેઝોન પર 68,300 રૂપિયા છે, પરંતુ આજના સેલમાં આ ફોન લગભગ 10,000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે આ ફોન લગભગ 59 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આઇફોન SE બાદ આ આઇફોન 11 લાઇનઅપનો સૌથી સસ્તો ફોન બતાવવામાં આવી રહ્યો છે. આઇફોન લવર્સની પાસે આને ખરીદવાનો સારો મોકો છે.

OnePlus 8 અને OnePlus 8 Pro
Amazon Prime Day Saleમં વનપ્લસ 8ને તમે 41,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનની સાથે 9 મહિનાની નૉ કૉસ્ટ EMIની ઓફર પણ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત વનપ્લસ 8 પ્રૉ તમને 54,999 રૂપિયામાં મળશે. આ ફોન પર પણ 9 મહિનાની નૉ કૉસ્ટ EMIનો ઓપ્શન મળી રહ્યો છે.