નવી દિલ્હીઃ ગૂગલ પોતાની પૉપ્યૂલ મ્યૂઝિક એપ ગૂગલ પ્લે મ્યૂઝિકને બંધ કરવા જઇ રહી છે, કંપનીએ એક બ્લૉગના માધ્યમથી આ જાણકારી આપી છે. ઓક્ટોબર સુધી આ પુરેપુરી બંધ થઇ જશે, જોકે, યૂઝર્સને પરેશાન થવાની જરૂર નથી. આ એપના યૂઝર્સને યુટ્યૂબ મ્યૂઝિક પર શિફ્ટ કરી દેવામાં આવશે. આ એપ માટે ગૂગલ અપડેટની સાથે નવા ફિચર્સ યૂઝર્સ માટે લઇને આવી રહ્યું હતુ.


Youtube Music પર યૂઝર્સને શિફ્ટ થયા બાદ ગૂગલ પ્લે મ્યૂઝિકનુ પ્લેલિસ્ટ, લાયબ્રેરી અને મનગમતા ગીતો આના પર જ મળી જશે. ગૂગલ પ્લે મ્યૂઝિક ઓક્ટોબર 2020 બાદ અપડેટ નહીં કરવામાં આવે. વળી આ વર્ષે ડિસેમ્બર સુધી યૂઝર્સ યુટ્યૂબ મ્યૂઝિક પર શિફ્ટ થશે.



ઉલ્લેખનીય છે કે આગામી મહિનામાં સાઉથ આફ્રિકા અને ન્યૂઝિલેન્ડના યૂઝર્સ ગૂગલ પ્લે-મ્યૂઝિક એપ યૂઝ નહીં કરી શકે. આ ઉપરાંત ઓક્ટોબરના અંત સુધી આને પુરેપુરી બંધ કરી દેવામાં આવશે. વળી યૂઝર્સને ડિસેમ્બર સુધી શિફ્ટ કરી દેવામાં આવશે.

વળી, યુટ્યૂબ મ્યૂઝિકની વાત કરીએ તો આમાં નવા નવા ફિચર્સ આપવામાં આવી રહ્યાં છે, આ એપમાં ગૂગલ આસિસ્ટન્ટનો સપોર્ટ પણ જલ્દી આપવામાં આવશે.